Site icon News Continuous Bureau | Mumbai

તાલિબાનના ડરથી 7 મહિલા તાઈક્વાંડો ખેલાડીઓએ અફઘાનિસ્તાન છોડયુ, આ દેશમાં આશ્રય લીધો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હજારો મહિલાઓ દેશ છોડી ચુકી છે. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.

હવે તાઈક્વાંડો રમત( એક પ્રકારની માર્શલ આર્ટ)ની સાત મહિલા ખેલાડીઓ પણ અફઘાનિસ્તાન છોડીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે.

ઓસ્ટ્રેલિયન ટેકવોન્ડો ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ હિથર ગેરીયોકે આ માહિતી આપી છે. 

આ ખેલાડીઓની ઓળખ છતી કરવામાં આવી નથી પણ આ મહિલા ખેલાડીઓ અંગે ઓસ્ટ્રેલિયાના તાઈક્વાંડો સંઘના હોદ્દેદાર હીથર ગેરિયોકે કહ્યુ કે, ખેલાડીઓનુ કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશન પણ પુરૂ થઈ ગયુ છે. 

આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે ઓસ્ટ્રેલિયાની સરકારે પણ મદદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં અફઘાનિસ્તાનની કોઈ મહિલા તાઈક્વાંડો ખેલાડીએ ભાગ લીધો ન હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનની ફૂટબોલ ટીમની મહિલા ખેલાડીઓ પાકિસ્તાન પહોંચી ગઈ હોવાના અહેવાલો આવ્યા હતા.  

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત 

India Slams UN Rapporteur દાઉદ ભારતમાં નથી, પાકિસ્તાનમાં છે! સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતે અરીસો બતાવી આતંકવાદ રિપોર્ટને ફગાવ્યો
Iran USA Conflict ઈરાનનું નામનિશાન મિટાવી દેશે ‘MOAB’? અમેરિકાઈઝરાયલનો એવો પ્લાન જેણે તહેરાનમાં મચાવ્યો ફફડાટ જાણો શું છે ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’
Houthi Attack Taiz Yemen હુથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત સૈન્ય પર કરી બોમ્બની વર્ષા, યમનના તાઈઝમાં પરિસ્થિતિ વણસી; ભીષણ હુમલાનો વીડિયો વાયરલ
India US Trade ડ્રેગનનું ટેક વર્ચસ્વ તોડવા ભારતઅમેરિકાનો માસ્ટરપ્લાન! ૩ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરનો વેપાર જાણો સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ડીલથી ભારતને શું મળશે?
Exit mobile version