Site icon News Continuous Bureau | Mumbai

ઉદારતાની વાતો કરતા તાલિબાનીઓનો ક્રૂર ચહેરો આવ્યો સામે, સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનારા લોકો પર કર્યો ગોળીબાર; જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય ઝંડાને લઈને ચાલી રહેલો વિવાદ આગળ વધી રહ્યો છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર અસાદાબાદ શહેરમાં અફઘાન યુવાઓએ એક રૅલીમાં જ્યારે પોતાના દેશનો સત્તાવાર ધ્વજ ફરકાવ્યો તો તાલિબાની ભડકી ઊઠ્યા હતા. તાલિબાનીઓએ જનતા પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકોનાં મોત થવાની માહિતી છે. 

હકીકતમાં તાલિબાની આતંકી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે દેશના રાષ્ટ્રીય ઝંડાને બદલવા ઇચ્છે છે, પરંતુ યુવાઓને એ મંજૂર નથી. તાલિબાનના સફેદ ઝંડાને યુવાનોએ નકારી દીધો છે. એનાથી બંને વચ્ચે અનેક શહેરોમાં ઘર્ષણ થયું છે. 

રાતોરાત 1 લાખ કરોડ કમાનાર આ રોકાણકારનો હવે દુનિયાના 100 ધનિક લોકોમાં સમાવેશ.. જાણો  ધનિક લોકોની આ યાદીમાં કોણ કોણ છે શામેલ 

ઉલ્લેખનીય છે કે બુધવારે જલાલાબાદ શહેરમાં તાલિબાન અને અફઘાની જનતા વચ્ચે અથડામણ થઈ હતી. જલાલાબાદના નિવાસીઓએ એક મિનારા પર લાગેલા તાલિબાની ઝંડાને નીચે ઉતાર્યો અને એની જગ્યાએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. તાલિબાનને આ પસંદ આવ્યું નથી અને તેના આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. ઘણા યુવાઓએ મળી તાલિબાની ઝંડો ફાડી નાખ્યો એવી પણ માહિતી છે.

 

Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
India New Zealand FTA વાઈન, કીવી અને સફરજન થશે સસ્તા! ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે આ તારીખથી મુક્ત વ્યાપાર કરાર લાગુ…
Iran Airline Worldwide Operations યુરોપ અને પશ્ચિમના દેશોમાં ઈરાન એરની એન્ટ્રી પર રોક; અમેરિકાની મોટી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ
Exit mobile version