Site icon News Continuous Bureau | Mumbai

Shadow fleet tactics સમુદ્રના અંધારામાં ખતરનાક રમત પ્રતિબંધોથી બચવા દુનિયાએ અપનાવી ‘શેડો ફ્લીટ’ની રહસ્યમય વ્યૂહરચના.

હારમુઝની ખાડી (Strait of Hormuz) માં વધેલા તણાવ વચ્ચે, ઓઈલ ટેન્કરો પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી રહ્યા છે. આ જોખમી 'ડાર્ક શિપિંગ' (Dark Shipping) થી સપ્લાય કેવી રીતે પહોંચાડવામાં આવે છે?

Shadow fleet tactics   સમુદ્રના અંધારામાં ખતરનાક રમત પ્રતિબંધોથી બચવા દુનિયાએ અપનાવી ‘શેડો ફ્લીટ’ની રહસ્યમય વ્યૂહરચના.

Shadow fleet tactics સમુદ્રના અંધારામાં ખતરનાક રમત પ્રતિબંધોથી બચવા દુનિયાએ અપનાવી ‘શેડો ફ્લીટ’ની રહસ્યમય વ્યૂહરચના.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shadow fleet tactics અમેરિકાઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય (Energy Supply) પર ભારે અસર પડી છે. હારમુઝની ખાડી જેવો વ્યૂહાત્મક વિસ્તાર અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યો છે, જ્યાંથી પસાર થવું કોઈ પણ જહાજ માટે જોખમી છે. આ પરિસ્થિતિમાં, ઓઈલ ટેન્કરોએ સુરક્ષિત રહેવા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા માટે એક અનોખો પણ ખતરનાક રસ્તો પસંદ કર્યો છે – તે છે ‘ગોઈંગ ડાર્ક’.

Shadow fleet tactics : શું છે આ ‘ડાર્ક શિપિંગ’ (Dark Shipping) પદ્ધતિ?

દરેક મોટા જહાજમાં AIS (Automatic Identification System) ટ્રાન્સપોન્ડર હોય છે, જે તેનું લોકેશન, ગતિ અને ઓળખ સતત પ્રસારિત કરે છે. ‘ગોઈંગ ડાર્ક’ નો અર્થ એ છે કે જહાજનું આ સિસ્ટમ જાણીજોઈને બંધ કરી દેવામાં આવે છે. જ્યારે સિસ્ટમ બંધ થાય, ત્યારે જહાજ મેપ પરથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. પહેલા આ પદ્ધતિનો ઉપયોગ માત્ર ઈરાન કે રશિયા જેવા દેશો પર લાગેલા પ્રતિબંધો (Sanctions) ને તોડવા માટે થતો હતો, પરંતુ હવે યુદ્ધના જોખમને કારણે UAE, કતાર અને સાઉદી અરેબિયાના ટેન્કરો પણ આ રસ્તે ચાલી રહ્યા છે. માર્ચ ૨૦૨૬માં જ્યાં માત્ર ૩૭% ટેન્કરોએ આ રસ્તો અપનાવ્યો હતો, ત્યાં મે ૨૦૨૬ સુધીમાં આ આંકડો ૬૭% સુધી પહોંચી ગયો છે.

Shadow fleet tactics : ખુફિયા રસ્તાઓ અને શેડો ફ્લીટ (Shadow Fleet)

આ માત્ર એકલદોકલ જહાજોની વાત નથી, પરંતુ આખી એક ‘શેડો ફ્લીટ’ (Shadow Fleet) કાર્યરત છે. આ જહાજો નકલી દસ્તાવેજો, શેલ કંપનીઓ (Shell Companies) અને ‘ફ્લેગ ઓફ કન્વિનિયન્સ’ (Flag of Convenience) નો ઉપયોગ કરીને પોતાની સાચી ઓળખ છુપાવે છે. ઘણીવાર આ જહાજો સમુદ્રની વચ્ચે એકબીજાને મળે છે, જ્યાં મોટા પાઈપ દ્વારા તેલની હેરાફેરી (Ship-to-ship transfer) કરવામાં આવે છે. આ રીતે, ઓઈલનો સ્ત્રોત અને તેની અંતિમ મંજિલ – બંનેને ટ્રેક કરવા મુશ્કેલ બની જાય છે. ઘણીવાર ભારત જેવા દેશોમાં આવતા જહાજો પણ હારમુઝના ખતરનાક વિસ્તારમાંથી પસાર થતી વખતે થોડા દિવસો માટે પોતાનું ટ્રેકિંગ બંધ કરી દે છે.

Shadow fleet tactics : જોખમો અને આર્થિક અસર

આ પદ્ધતિ અત્યંત જોખમી છે. જ્યારે કોઈ જહાજ ટ્રેકિંગ સિસ્ટમ વગર સમુદ્રમાં ચાલે છે, ત્યારે અથડામણ (Collision) થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. હારમુઝ જેવી ભીડવાળી જગ્યાએ, જ્યાં જહાજો એકબીજાથી અજાણ હોય, ત્યાં અકસ્માતોની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, આના કારણે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં અનિશ્ચિતતા ફેલાય છે અને રીફાઈનરીઓને કેટલું તેલ મળશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. જોકે, આર્થિક મજબૂરીઓને કારણે સરકારો અને ઓઈલ કંપનીઓ આ જોખમી વ્યૂહરચનાને હવે એક ‘સામાન્ય પ્રોટોકોલ’ તરીકે સ્વીકારી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Bizarre Runout આવું ક્યારેય નથી જોયું! બેટ્સમેનનું બેટ વિરોધીના બૂટમાં ફસાયું, વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો!

Piyush Goyal Climate Finance Germany ‘૧૧ વર્ષમાં એક ફૂટી કોડી પણ નથી મળી’ જર્મનીમાં પિયૂષ ગોયલે અમીર દેશોને સંભળાવી ખરીખોટી…
Iran Strait Of Hormuz Oil Tankers Attack હોર્મુઝની ખાડીમાં ૪ ઓઇલ ટેન્કરો ઉડાવી દીધા ઈરાનના સનસનાટીપૂર્ણ દાવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ!
India Slams Pakistan At UN પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર લાગ્યો જોરદાર તમાચો! આતંકવાદ મુદ્દે ભારતનો એવો પ્રહાર કે પાક. ડેલિગેશન મોં છુપાવવા મજબૂર બન્યું
Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
Exit mobile version