Site icon

ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ 

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Srilanka) ૧૯૪૮માં પોતાની આઝાદી બાદ પ્રથમ વખત આટલા મોટા આર્થિક સંકટ(Economic crisis)માંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર(forex reserve)ની અછત છે, જેના કારણે તે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે ઇંધણ(Fuel shortage)ની આયાત કરી શકતું નથી, જેના કારણે સ્થાનિક ભાવમાં આટલો ઊંચો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત ૭ માર્ચથી શ્રીલંકન ચલણમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. 

Join Our WhatsApp Community

ઈંધણના ભાવ(fuel rate) વધારાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી છે અને તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોને ઈંધણ(FuelI અને ગેસ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, ત્યારે તેઓ વીજ સંકટ(power shortage)નો પણ સામનો કરી રહ્યા છે.આર્થિક સંકટ અને દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકા(srilankaIમાં હવે પેટ્રોલ (Petrol)૩૩૮ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. શ્રીલંકાની સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનએ સોમવારે મધરાતથી ૯૨ ઓક્ટેન પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા વધારીને ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. 

આ સમાચાર પણ વાંચો : 

શ્રીલંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(Srilanka Indian Oil COrporation) દ્વારા કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને પણ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(Srilanka Indian Oil COrporation)એ છ મહિનામાં પાંચ વખત ભાવ વધાર્યા છે, જ્યારે સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને એક મહિનામાં બીજી વખત કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો અને ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનના નિર્ણયને કારણે કંપનીએ દેશમાં ઇંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

Trump visa cancellation record: ટ્રમ્પની વિઝા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: અમેરિકાએ હજારો ભારતીયોને આપ્યો મોટો ઝટકો, H-1B અને વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો મુસીબતનો પહાડ.
Germany Transit Visa Exemption: જર્મનીએ ખોલ્યા ભારતીયો માટે દ્વાર! ટ્રાન્ઝિટ વિઝા વગર જ કરી શકશો જર્મનીના એરપોર્ટનો ઉપયોગ, જાણો મુસાફરોને કેટલો થશે ફાયદો.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
US: બટન પર આંગળી અને હવામાં વિમાનો! ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી; અમેરિકી નાગરિકો માટે એરલિફ્ટની તૈયારી, શું આજે રાત્રે જ થશે હુમલો?
Exit mobile version