Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુર ભડક્યું; આપ્યું આ નિવેદન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુરના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે સિંગાપુર ભડકી ઊઠ્યું છે. સિંગાપુરની સરકારે ભારતના હાઈ કમિશનને બોલાવી કેજરીવાલના ‘સિંગાપુર વેરિયન્ટ’ પર કરેલા ટ્વીટ વિશે સખત આપત્તિ જતાવી છે.

હકીકતમાં કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે “સિંગાપુરમાં આવેલા કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે અત્યંત જોખમી હોવાનું કહેવાય છે, ભારતમાં એ ત્રીજી લહેર તરીકે આવી શકે છે. મારી અપીલ છે કે સિંગાપુર સાથેની હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. બાળકો માટે પણ રસીના વિકલ્પો બાબતે પ્રાથમિકતા આપવી જોઈએ.” આ ટ્વીટને લઈ સમગ્ર વિવાદ જાગ્યો હતો. સિંગાપુરના ભારત દૂતાવાસે આ બાબતે ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે“સિંગાપુરમાં નવો કોવિડનો કોઈ વેરિયન્ટ નથી. ફિલોજેનેટિક પરીક્ષણમાં જણાયું છે કે સિંગાપુરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત, ઘણા કોવિડ કેસોમાં બી.૧.૬૧૭.૨ વેરિયન્ટ જોવા મળ્યું છે.” આ વેરિયન્ટ પહેલાં ભારતમાં જોવાયું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ આ વિશે સ્પષ્ટતા કરવી પડી હતી. એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન ભારત માટે બોલતા નથી. ઉપરાંત સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ દાવાને ફગાવી દીધો હતો.

Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
JD Vance H1B Visa Remarks જેડી વેન્સે H1B વિઝા ધારકોને કહ્યા ‘બંધુઆ મજૂર’ ભારતે પલટવાર કરી અમેરિકાને ગુલામી પ્રથાના ઈતિહાસની અપાવી યાદ
US Sanctions Mumbai Companies ઈરાન સાથે ઓઈલ વેપાર કરવો મોંઘો પડ્યો અમેરિકાએ મુંબઈની 2 કંપનીઓ અને 5 નાગરિકો પર ઝીંક્યા કડક પ્રતિબંધો
Exit mobile version