Site icon News Continuous Bureau | Mumbai

તો શું ભારતીયો ચીનની વેક્સિન લેવા માટે નેપાળ ફરવા જાય છે?સામે આવી આ ચોંકાવનારી વાત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દેશમાં કોરોના અને તેના વેક્સિનેશનમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. લોકો વેક્સિનેશન લેવા માટે વિદેશ જઈ રહ્યા છે, જેથી વેક્સિન પણ મળી જાય અને સાથે ફરવાનું પણ થઈ જાય. લોકો પ્રચલિત દેશોમાં ફરીને વેક્સિન લઈ રહ્યા છે. અનેક દેશોએ એકબીજા સાથે કરાર કર્યો છે. જેમાં વેક્સિન નિર્માતા દેશ ટ્રાવેલના ઉદ્દેશ સાથે અન્ય દેશ સાથે કરાર કરે છે.

હવે આ અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અનેક ભારતીયો નેપાળ જઈને ચીની વેક્સિન મુકાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે ચીની વેક્સિન વધારે અસરકારક નથી. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ કાઠમંડુની હૉસ્પિટલમાં લોકો બૅગ લઈને વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા હતા. તપાસ કરતાં જણાયું હતું કે તેઓ વેક્સિન લઈને ચીન જવા ઇચ્છતા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ચીનમાં પ્રવેશ મેળવવા માટે લોકોએ ચીનની વેક્સિન લીધેલી હોય એ ફરજિયાત છે. આવી પરિસ્થિતિમાં જે લોકો વેપાર માટે ચીન જવા ઇચ્છતા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે ભારતીયો ચીન સાથે બિઝનેસ કરે છે એ લોકો ભારતની વેક્સિન લેશે તો તેમને કોરોના સામે રક્ષણ મળશે, પરંતુ બિઝનેસ માટે ચીનમાં એન્ટ્રી મળશે નહીં. આ કારણસર લોકો નેપાળ જઈને ચીની વેક્સિન લઈ રહ્યા હોય એવી શક્યતા છે.

ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’

જોકે, નેપાળની હેલ્થ મિનિસ્ટ્રીએ આ વાતને રદિયો આપ્યો છે. ભારતથી લોકો નેપાળમાં વેક્સિન લેવા માટે જઈ રહ્યા છે એનો કોઈ પુરાવો નથી એવી સ્પષ્ટતા નેપાળ તરફથી કરવામાં આવી છે.

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
US Proposes 100 Percent Tariff On Indian Goods ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સામે મોટો ખતરો વોશિંગ્ટનની આકરી વેપાર નીતિથી ભારતીય વસ્તુઓના ભાવ બમણા થવાના એંધાણ
US Denmark Greenland Deal બર્ફીલા ખંડ પર મહાસત્તાઓની ટક્કર અમેરિકાડેનમાર્ક સંરક્ષણ સમજૂતીથી આર્કટિક સર્કલમાં સત્તા સંતુલન પલટાયું
AI Glitch Nearly Caused US China War AIની આ એક ભૂલ અને પરમાણુ યુદ્ધનો ખતરો! ચીન સામે જવાબી કાર્યવાહી રોકાઈ જતાં ટળી ભયાનક તબાહી
Exit mobile version