Site icon

આ દેશના રાષ્ટ્રપતિ કોરોના વાયરસથી સંક્રમિત થયા, આખો દેશ ચિંતા માં….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમને સંક્રમણના હળવા લક્ષણો છે. તેમની ઓફિસે આ જાણકારી આપી. મંત્રી મોન્ડાલી ગુંગુબેલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ એફડબ્લયુ ડે ક્લાર્કના સમ્માનમાં આયોજીત એક કાર્યક્રમમાંથી બહાર નીકળ્યા બાદ રાષ્ટ્રપતિ રામફોસા અસ્વસ્થ મહેસૂસ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને સારું છે અને દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રીય રક્ષા બળના દક્ષિણ આફ્રિકન સ્વાસ્થય સેવા તેમના સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે. ઉૐર્ં પણ આ નવા વેરિઅન્ટના ખતરાને લઈને આખી દુનિયાને સતત ચેતવણી આપી રહ્યું છે. ઉૐર્ં કહે છે કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેમાં રસીની અસરકારકતા ઘટાડવાની ક્ષમતા છે. વર્તમાન ડેટા સૂચવે છે કે ઓમિક્રોન કોઈ ગંભીર બીમારીનું કારણ નથી, પરંતુ હળવા લક્ષણો અથવા એસિમ્પટમેટિક કેસ એક અલગ પડકાર ઉભો કરી રહ્યા છે. ઉૐર્ં એ કહ્યું કે વર્તમાન ડેટા સૂચવે છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવા પર નવો વેરિઅન્ટ ડેલ્ટાને પાછળ છોડી શકે છે.દક્ષિણ આફ્રિકાની પોલીસ એજન્સીઓ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ના અગ્રણી રિસર્ચર્સને મળેલી ધમકીઓની તપાસ કરી રહ્યા છે. તેમાં તે ટીમનો પણ સમાવેશ થાય છે જેમણે સૌથી પહેલાં મહામારીના ઓમિક્રોન વેરિએન્ટને ઓળખ કરી હતી. દક્ષિણ આફ્રિકાની પોલીસ સર્વિસના રાષ્ટ્રીય પ્રવક્તા વિષ્ણુ નાયડુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના કાર્યાલયને ધમકીભર્યો પત્ર મળ્યો છે જેમાં પ્રોફેસર તુલિયો ડી ઓલિવેરા સહિત અનેક અગ્રણી કોવિડ-૧૯ રિસર્ચકર્તાઓનો ઉલ્લેખ હતો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રોફેસર ઓલિવેરા એ ટીમનું નેતૃત્વ કર્યું હતું જેમણે ઓમિક્રોન સ્વરૂપની ભાળ મેળવ્યાની જાહેરાત કરી હતી. નાયડુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ મામલો એક અઠવાડિયા પહેલા અમારા ધ્યાનમાં આવ્યો હતો. આ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે કારણ કે ફરિયાદીઓ નેશનલ કોરોના કમાન્ડ કાઉન્સિલના સલાહકાર છે. રાષ્ટ્રપતિના પ્રવક્તા ટાયરોન સીલે પત્રની વિગતો આપી ન હતી પરંતુ કહ્યું હતું કે તેમાં ઉપર “ચેતવણી” લખેલું હતું. સ્ટેલેનબોશ યુનિવર્સિટીએ કહ્યું કે તેમણે સુરક્ષા વધારી દીધી છે. પ્રોફેસર ઓલિવેરા આ યુનિવર્સિટીમાં કામ કરે છે. યુનિવર્સિટીના પ્રવક્તા માર્ટિન વિલજાેને કહ્યું કે વૈજ્ઞાનિકોને નિશાન બનાવવામાં આવે તે નિંદનીય છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં દેખાયો હતો.

હયાત હોટલ ની ધમાલ ને કારણે મુંબઈ શહેરની 31 ડિસેમ્બર બગડશે? મુંબઈ મહાનગરપાલિકાએ કડક વલણ લીધું.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version