News Continuous Bureau | Mumbai
SpaceX Mission Sunita Williams:મહિનાઓથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નાસાનું મિશન આખરે શરૂ થયું છે. નાસા તરફથી મળેલી માહિતી અનુસાર, ક્રૂ મિશન 10 ને સ્પેસએક્સ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
SpaceX Mission Sunita Williams: ISS થી પૃથ્વી પર પાછા આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર
આ મિશનનું અવકાશયાન સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ISS થી પૃથ્વી પર પાછા લાવશે.’ક્રૂ-૧૦ મિશન’ દ્વારા ચાર અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS) જવાના છે.જો ક્રૂ-10 મિશન સાથે બધું બરાબર રહ્યું, તો સુનિતા વિલિયમ્સ 20-21 માર્ચે ISS છોડી શકે છે.ક્રૂ-10 મિશન’ બુધવારે લોન્ચ થવાનું હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે નાસાએ આ મિશન મુલતવી રાખ્યું.
Huge congrats to @NASA and @SpaceX for the launch of Crew 10 to the ISS today! Seeing people being sent to #space is always inspirational and motivation for a better world. #nasa #spacex pic.twitter.com/FF3JcUY0Vi
— Dakota Morgan (@dakotamorgan3) March 14, 2025
SpaceX Mission Sunita Williams:અવકાશ યાત્રી જૂન 2024 થી ISS પર
જણાવી દઈએ કે વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર, જેઓ જૂન 2024 થી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ફસાયેલા છે. બંને જૂન મહિનામાં બોઇંગના સ્ટારલાઇનરમાં આઠ દિવસના ISS મિશન પર ગયા હતા. જોકે, ટેકનિકલ સમસ્યાઓના કારણે સ્ટારલાઇનર પરત ફરવા માટે અસુરક્ષિત બન્યું.
આ સમાચાર પણ વાંચો : Sunita Williams Return Postpone :ઈંતજાર ની રાહ લંબાઈ… અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું; આ છે કારણ
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)