News Continuous Bureau | Mumbai
ભારે આર્થિક ભીંસમાં આવી ગયેલા ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ (Srilanka) વૈશ્વીક દેવું ચૂકવવામાં 'હાથ-ઉંચા' કરી દીધા છે.
શ્રીલંકાએ 51 બિલિયન ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે પણ તેમાં ડિફોલ્ટર (Defaulter) જાહેર થયુ છે.
શ્રીલંકાના (Financial Ministry) નાણા મંત્રાલયે કહ્યું કે તે અન્ય દેશોની સરકારો સહિત અન્ય તમામ ધિરાણકર્તાઓનું દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી.
સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ધિરાણકર્તાઓ તેમની લોન પર વ્યાજ વસૂલી શકે છે અથવા મંગળવાર બપોરથી શ્રીલંકાના રૂપિયામાં લોનની રકમ પરત લઇ શકે છે.
આનો અર્થ એ થયો કે શ્રીલંકાના વિદેશી હૂંડિયામણના ભંડાર લગભગ સુકાઈ ગયા છે અને તે ડોલરમાં ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી.
આ સમાચાર પણ વાંચો : આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા અધધ અરબ રૂપિયા, રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામુ આપવાથી કર્યો ઈનકાર; જાણો વિગતે