News Continuous Bureau | Mumbai
શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો ઉપર સેનાને ગોઠવવી પડી છે.
શ્રીલંકામાં ડીઝલ-પેટ્રોલની કિંમત સતત વધી રહી છે, આ ઉપરાંત તેની કારમી અછત પણ સર્જાઈ રહી છે. તેને પગલે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈન લાગી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો કલાકો સુધી લાઈમાં ઉભા રહી ઈંધણ ખરીદી રહ્યા છે.
શ્રીલંકા અત્યારે અત્યંત ઘેરા આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે તેમજ આવશ્યક ચીજવસ્તુની કિંમતોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો :કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા.