ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ ને પગલે પોતાના દેશમાં બુરખા પર પ્રતિબંધ લાદનાર શ્રીલંકાએ યુ-ટર્ન લીધો છે.
શ્રીલંકા સરકારે સ્પષ્ટતા કરી છે કે બુરખા પર પ્રતિબંધ ફક્ત પ્રસ્તાવિત હતો અને આ મામલે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. સર્વસંમતિ રચાયા પછી જ તેનો નિર્ણય લેવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સહિત મુસ્લિમ દેશોમાં આ નિર્ણય સામે થયેલા વિરોધને પગલે શ્રીલંકાને પીછહટ કરવી પડી છે.