Site icon

શ્રીલંકાએ ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા ફરી શરૂ કરવાની કરી જાહેરાત, આ દેશોને નહીં મળે લાભ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાના લીધે ઘણા બધા દેશોમાં પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોંચી છે. કોરોનાના વધતા જતા કેસોના લીધે પ્રવાસન ઉદ્યોગ નવા નવા પગલા લઇ રહ્યા છે. આ જ ક્રમમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પર્યટનને ઝડપી કરવા એક પગલું ભર્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. 

શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એન્ટ્રી પોર્ટ પર આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન જારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ફેબ્રુઆરી ૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. શ્રીલંકાની સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને ટાપુ દેશમાં પર્યટન ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. 

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ..કહ્યું- ભારત સાથે સંબંધો સામાન્ય કરવા માંગે છે, પરંતુ કાશ્મીર મોટો મુદ્દો

જો કે આ શ્રીલંકા સરકારે પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોને ઝટકો આપ્યો છે. આ સુવિધા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, નાઈજીરિયા, ઘાના, આઈવરી કોસ્ટ, કેમરૂન, મ્યાનમાર, નેપાળ અને ઉત્તર કોરિયાના પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

શ્રીલંકાની આવકનો મોટો હિસ્સો પ્રવાસનમાંથી આવે છે. શ્રીલંકા એશિયાના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. રોગચાળા પહેલાના દિવસોમાં, ભારત લંકાનું સૌથી મોટું ઇનબાઉન્ડ ટુરિઝમ માર્કેટ હતું. કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગને ઘણી અસર થઈ છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version