Site icon

Sita Temple :અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાદ હવે આ દેશમાં બનશે માતા સીતાનું મંદિરઃ અહેવાલ..

Sita Temple : રામ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન પૂર્ણ થઈ ગયુ છે અને મંદિરના પ્રવેશ દ્વાો પણ હવે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે હવે માતા સીતાના મંદિરને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે. જાણું છે આ સમાચાર..

Srilanka Mata Sita Temple After the grand Ram Temple in Ayodhya, Mother Sita's temple will now be built in this country report..

Srilanka Mata Sita Temple After the grand Ram Temple in Ayodhya, Mother Sita's temple will now be built in this country report..

News Continuous Bureau | Mumbai 

Sita Temple : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ ભારતમાં રામ મંદિરના ઉદ્ઘાટન થઈ ગયું છે અને ભક્તો માટે મંદિરના પ્રવેશ દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે એક અહેવાલમાં સામે આવ્યું છે કે શ્રીલંકામાં ( Sri Lanka ) માતા સીતાના મંદિરના નિર્માણ કરવામાં આવશે. સુત્રોના મુજબ, મધ્યપ્રદેશના સીએમ ડો.મોહન યાદવે ( Dr. Mohan Yadav ) આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક મિડીયા રિપોર્ટમાં કહ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લીધો છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ મુજબ, સીએમ યાદવનું કહેવું છે કે, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજે શ્રીલંકાના દિવુરામપોલામાં ( Divurumpola ) આ મંદિર બનાવવાની વાત કરી હતી. તેમણે વઘુમાં કહ્યું, અમે જૂની યોજનાઓ પર ફરી કામ કરવાનું વિચારી રહ્યા છીએ અને અમારો પ્રયાસ છે કે અમે અમારા યોગ્ય સંસાધનોના આધારે માતા સીતાના મંદિરના ( Mata Sita Mandir ) નિર્માણમાં ચોક્કસપણે પહેલ કરીશું. હવે અમે મંદિરના નિર્માણના નિર્ણયની સમીક્ષા કરીશું. તેમજ આ કામમાં સંસ્કૃતિ મંત્રાલયની મદદ પણ કરીશું.

 મધ્યપ્રદેશ સરકાર માતા સીતાના મંદિરના નિર્માણનું વર્ષો જૂનું સપનું પૂરું કરી શકે છે….

પોંગલ મહિનામાં ઉત્સાહભેર ઉજવણી કરવા માટે તમિલ લોકો શ્રીલંકાના આ વિસ્તારમાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાને અશોક વાટિકામાં જ માતા સીતાને શ્રી રામની વીંટી આપી હતી અને તેના આધારે અહીં તહેવાર ઉજવવામાં આવે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોની મજબૂતી પાછળ પણ આ જ કારણ છે. તેથી, સીએમ યાદવ કહે છે કે મધ્યપ્રદેશ સરકાર ( Madhya Pradesh Govt ) માતા સીતાના મંદિરના નિર્માણનું વર્ષો જૂનું સપનું પૂરું કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : KFC in Ayodhya: અયોધ્યામાં ખુલશે હવે KFC શોપ.. બસ કરવુ પડશે આ શરતનું પાલનઃ અહેવાલ.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશ સરકાર ઘણા વર્ષોથી મંદિર બનાવવાનું વિચારી રહી છે, પરંતુ આ મુદ્દો 2016થી એમ જ પડ્યો છે. જો શ્રીલંકાની સરકાર આ મંદિર બનાવવા માટે સંમત થશે તો તેનાથી દેશમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે. મધ્યપ્રદેશના સીએમ ડો.મોહન યાદવ અવારનવાર ધાર્મિક મુદ્દાઓ પર વાત કરે છે. તાજેતરમાં 2028માં યોજાનારા કુંભ મેળાને લઈને તેમણે કહ્યું હતું કે આ વખતે આખી દુનિયા જોશે કે મેળાનો આનંદ કેવો હોય છે.

 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Exit mobile version