Site icon News Continuous Bureau | Mumbai

પિતા પુત્રી સાથે લગ્ન કરી શકે છે- મુસાફરી માટે પત્નીએ પતિ પાસેથી લેવી પડે છે પરવાનગી- આ છે ઈરાનના વિચિત્ર કાયદા

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં ઈરાન(Iran) હેડલાઈન્સમાં છે. અહીંયા 22 વર્ષની ઈરાની મહિલાના(Iranian women) મોત બાદ મહિલાઓ પોતાનો હિજાબ(Hijab) સળગાવીને વાળ કાપી રહી છે. વાસ્તવમાં મહસા અમીની (Mahsa Amini) નામની મહિલાની પોલીસે તેહરાનથી(Tehran) ધરપકડ કરી હતી. કારણ કે તેણે યોગ્ય રીતે હિજાબ પહેર્યો ન હતો અને તેના વાળ દેખાતા હતા. આ પછી, પ્રત્યક્ષદર્શીઓનો(પ્રત્યક્ષદર્શીઓનો )દાવો છે કે પોલીસ તેને પોતાની વાનમાં લઈ ગઈ અને ખૂબ માર માર્યો અને તેનું માથું વાન સાથે અથડાવ્યું, જેના કારણે તે કોમામાં ગઈ અને 3 દિવસ પછી તેનું મોત થઈ ગયું. ઈરાનમાં મહિલાઓ વિરુદ્ધ ઘણા કાયદા ખૂબ જ કઠોર છે, જેના કારણે તેમને વારંવાર ઉત્પીડનનો સામનો કરવો પડે છે. આજે અમે તમને ઈરાનમાં મહિલાઓ સાથે જોડાયેલા આવા જ કાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ વિચિત્ર છે.

Join Our WhatsApp Channel

પિતા અને પુત્રી કરી શકે છે લગ્ન(Father and daughter can marry) – આ સાંભળીને પરેશાન થઈ શકે છે, પરંતુ એ વાત સાચી છે કે ઈરાનમાં એક પિતા તેની દત્તક લીધેલી પુત્રી સાથે લગ્ન કરી શકે છે. વર્ષ 2013 માં, ઈરાનની સંસદે(Parliament of Iran) પિતા અને દત્તક પુત્રીના(adopted daughter) લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ઈરાનના ધાર્મિક નેતાઓએ (Religious leaders) આ કાયદાને સ્વીકાર્યો ન હતો, તેઓ લગ્નની પરવાનગી માંગતા હતા. પછી સંસદે એક નિયમ બનાવ્યો કે લગ્ન ફક્ત એક જ શરતે થઈ શકે છે જ્યારે કોર્ટના ન્યાયાધીશ તે લગ્ન માટે પરવાનગી આપે.

13 વર્ષની છોકરી કરી શકે છે લગ્ન- 1979માં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઘટાડીને 13 વર્ષ કરવામાં આવી હતી. વર્ષ 1982માં આ ઉંમર ઘટાડીને 9 વર્ષ કરવામાં આવી હતી. એટલે કે ઈરાનમાં 9 વર્ષની છોકરીના પણ લગ્ન થઈ શકે છે. પરંતુ વર્ષ 2002માં આ ઉંમર ફરી વધારીને 13 વર્ષ કરવામાં આવી હતી જ્યારે છોકરાઓની ઉંમર 15 વર્ષ છે.

આ સમાચાર પણ વાંચો :કાર-બાઈક છોડો- હવે હવામાં ઉડશે બેટરીથી ચાલતું ઈલેક્ટ્રીક વિમાન- ટૂંકા અંતરની ઉડાન થશે શરૂ

પુરુષો અને સ્ત્રીઓના જીવનસાથીઓની(Spouses of men and women) સંખ્યા- જ્યાં સ્ત્રીઓ ફક્ત એક જ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, ત્યાં પુરુષો એક સમયે 4 સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. સ્ત્રીના લગ્ન પિતા કે દાદાની મંજૂરી પછી જ થઈ શકે છે. જ્યારે મુસ્લિમ મહિલાઓ બિન-મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરી શકતી નથી, પુરુષો યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને પારસીઓ સાથે લગ્ન કરી શકે છે.

છૂટાછેડામાં(divorce) પણ ભેદભાવ – સ્ત્રી તેના પતિને કોર્ટ દ્વારા જ છૂટાછેડા આપી શકે છે, તે પણ જ્યારે તેનો પતિ 5 વર્ષ કે તેથી વધુ કેદની સજા ભોગવી રહ્યો હોય, માનસિક રીતે અસ્થિર હોય, તે મારતો હોય અથવા નશામાં હોય. પરંતુ પુરુષ પોતાની પત્નીને માત્ર બોલીને જ છૂટાછેડા આપી શકે છે.

કપડાં- ઈરાન પ્રાઈમર(- Iran Primer) નામની વેબસાઈટ અનુસાર, મહિલાઓએ ખભાથી પગ સુધી ખૂબ જ ઢીલા કપડા પહેરવાની સાથે હિજાબ અથવા બુરખાથી માથું અને ચહેરો ઢાંકવો જરૂરી છે. જો તે આવું નહીં કરે તો તેને 6 મહિનાની જેલ, દંડ અથવા કોરડા મારવાનો નિયમ છે.

આ સમાચાર પણ વાંચો :છેક અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પ્રેમી- ઓનલાઇન ઈલુઈલુ માં પડ્યો ધરમનો ધક્ક- વાંચો પુરી કહાની અહીં

મુસાફરી- જો કોઈ મહિલા વિદેશ પ્રવાસ કરવા માંગે છે તો તેણે તેના પતિની પરવાનગી લેવી પડશે. ત્યાર બાદ જ તેને પાસપોર્ટ મળી શકશે.

મિલકત પર અધિકાર- પત્નીનું મૃત્યુ થાય ત્યારે તેની સંપૂર્ણ મિલકત પતિને જાય છે, પરંતુ પતિના મૃત્યુ પર પત્નીને માત્ર 1/8 મિલકત જાય છે. આ સિવાય પુત્રોને પિતાની મિલકતમાં પુત્રીઓની તુલનામાં બમણો હિસ્સો મળે છે.

US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Indian Origin Nithya Raman Elected Los Angeles Mayor ભારતીય મૂળની નિત્યા રમન લોસ એન્જલસના મેયર તરીકે ચૂંટાયાં વર્તમાન મેયર કારેન બાસને હરાવી રચ્યો ઈતિહાસ
Exit mobile version