Site icon News Continuous Bureau | Mumbai

Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ત્રીજી વખત પહોંચી સુનિતા વિલિયમ્સ, સ્પેસ સ્ટેશન પર પહોંચતા જ કરવા લાગ્યા ડાન્સ; જુઓ વિડીયો..

Sunita Williams: સુનીતા વિલિયમ્સ આવા મિશન પર જનાર વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની છે. મે 1987માં સુનિતે યુએસ નેવલ એકેડમીમાંથી તાલીમ લીધી. આ પછી તે યુએસ નેવીમાં જોડાઈ. 1998માં તેમને નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પહેલા સુનીતા વિલિયમ્સ 2006 અને 2012માં સ્પેસ મિશનનો હિસ્સો રહી ચૂકી છે.

Sunita Williams indian-Origin Astronaut Sunita Williams Dances On Her Arrival At Space Station

Sunita Williams indian-Origin Astronaut Sunita Williams Dances On Her Arrival At Space Station

News Continuous Bureau | Mumbai 

Sunita Williams:  સોશિયલ મીડિયા પર અવાર નવાર  ડાન્સ ના વીડિયો વાયરલ થતા રહે છે. જ્યાં લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને અવકાશમાં ડાન્સ કરતા જોયા છે? જ્યાં લોકો બરાબર ચાલી શકતા નથી. ત્યાંનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

Sunita Williams: જુઓ વિડીયો 

Sunita Williams: સુનિતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશની સફર પર

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલમોર, જેઓ આ સ્પેસ મિશન ટીમનો ભાગ છે, તેમણે બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે સફળતાપૂર્વક જોડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : NDA Govt Formation : NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદીએ અડવાણી, જોશીને મળી લીધા આશીર્વાદ; જુઓ વિડિયો

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશની સફર પર ગઈ છે. જ્યાં તેણે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.  આ પછી તેના સાથીઓએ તેને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો સુનીતા વિલિયમ્સના ડાન્સને પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

Sunita Williams: આ ત્રીજી અવકાશની યાત્રા

સુનીતા વિલિયમ્સે વર્ષ 2007 અને 2012માં અવકાશની યાત્રા કરી છે. આ તેમની ત્રીજી મુલાકાત છે. સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરીને આ ઉજવણી કરી હતી. ડાન્સ કર્યા બાદ તેણે અંતરિક્ષમાં હાજર અન્ય અવકાશયાત્રીઓને પણ ગળે લગાવ્યા. 

સ્ટેશન પર બેલ વગાડીને સુનિતા વિલિયમ્સ અને તેના સહ-યાત્રી બૂચ વિલ્મોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, વિલિયમ્સ અને વિલ્મોર લગભગ એક સપ્તાહ અંતરિક્ષમાં વિતાવશે અને વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US Strike in Africa| ઈરાન બાદ હવે આ દેશમાં અમેરિકાની એરસ્ટ્રાઈક દુનિયાનો સૌથી ખતરનાક આતંકી ઠાર, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
US China Ties। બેઇજિંગમાં ટ્રમ્પ જિનપિંગ વચ્ચે એવી તે શું ડીલ થઈ? ચીને અચાનક હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવાની કેમ આપી મંજૂરી; જાણી લો અંદરની વિગત
USChina Summit। ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત બાદ મોટો આદેશ, હોર્મુઝ સ્ટ્રેટ પરથી હટશે યુદ્ધના વાદળો; ઈરાનના પરમાણુ પ્લાન પર ચીનની બ્રેક
USChina Espionage Tension| અમેરિકાએ કેમ લીધો આટલો મોટો આંચકાજનક નિર્ણય? ચીનની ભેટસોગાદોને ડસ્ટબિન ભેગી કરીને ટ્રમ્પ પ્રશાસને ‘ડ્રેગન’ ને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો!
Exit mobile version