Site icon

Sunita Williams Return : સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરના પૃથ્વી પર આ તારીખે આવશે.

Sunita Williams Return : નાસાએ આપી સંપૂર્ણ માહિતી, SpaceX ના Dragon Craft યાનથી થશે વાપસી

Sunita Williams Return Sunita Williams and Butch Wilmore to Return to Earth After Nine Months in Space

Sunita Williams Return Sunita Williams and Butch Wilmore to Return to Earth After Nine Months in Space

  News Continuous Bureau | Mumbai 

Sunita Williams Return : SpaceX ના Dragon Craft યાન રવિવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઈને આંતરરાષ્ટ્રીય Space Station પહોંચ્યું હતું. ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રિ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અંતરિક્ષ યાત્રી બુચ વિલમોર છેલ્લા લગભગ નવ મહિના થી અંતરિક્ષમાં ફસાયેલા છે.

Join Our WhatsApp Community

Sunita Williams Return સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર વાપસીની તારીખ નક્કી

અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA એ જણાવ્યું છે કે આ બંને અંતરિક્ષ યાત્રીઓ મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે. NASAએ જણાવ્યું છે કે સુનિતા વિલિયમ્સ, બુચ વિલમોર અને અન્ય અમેરિકન અંતરિક્ષ યાત્રી નિક હેગ અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ SpaceXના [Dragon Craft] યાનથી ફ્લોરિડાના કિનારે મંગળવારે સાંજે લગભગ છ વાગ્યે પૃથ્વી પર ઉતરી શકે છે.

આ સમાચાર પણ વાંચો: SpaceX Mission Sunita Williams: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સનું ધરતી પર પાછા ફરવાનું કાઉનડાઉન શરુ, વાપસી માટે લોન્ચ થયું ક્રૂ 10 મિશન; જુઓ વિડીયો

Sunita Williams Return નાસાએ આપી સંપૂર્ણ માહિતી

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અંતરિક્ષમાં 284 દિવસ વીતી ગયા છે. લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાથી અંતરિક્ષ યાત્રીઓને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અંતરિક્ષમાં લાંબા સમય સુધી શૂન્ય ગુરુત્વાકર્ષણ અને તેજ વિકિરણમાં રહેવાથી હાડકાંની નબળાઈ, આંખોની રોશની પર અસર અને શરીરનું સંતુલન બગડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વિકિરણના કારણે Cancer અને શરીરતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટી શકે છે.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version