News Continuous Bureau | Mumbai
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન અને તેમની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનક 28 ઓક્ટોબરના રોજ બ્રિટેનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે નવી કેબિનેટની રચના થશે. બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું..
આમ ભારતીય મૂળના ઋષિ સુનક ઇતિહાસ રચ્યો છે.