Site icon

પ્રથમ ઘા રાણાનો : તાઇવાનએ ચીનનું સુખોઈ -35 લડાકુ વિમાન તોડી પાડ્યું..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 સપ્ટેમ્બર 2020

ચીન-તાઇવાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાતાં દેખાય છે. તાઈવાનએ ચીનનું સુખોઈ 35  વિમાન તોડી પાડ્યું. શુ આ 3જા વિશ્વ યુદ્ધ ના એંધાણ છે? તાઇવાનએ અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમની મદદથી આ કામ કર્યું છે. તાઈવાને ચીનની હવાઈ સીમામાં ઘૂસણખોરી કરી અને વિમાન તોડી પાડ્યું છે.  આ અંગે તાઇવાનના રાષ્ટ્રપતિએ તાકીદની બેઠક બોલાવવા માટે વાત કરી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પણ ચળવળ વધી છે અને યુએસના યુદ્ધ જહાજો પણ હાઈ એલર્ટ પર છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઇવાનએ ચીનને ચેતવણી આપી હતી કે ચીની લડાકુ વિમાનો સતત તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આમ છતાં ચીને આજે ફરી તાઇવાનની હવાઈ સીમા ઓળંગી  હતી.. પાંચ ચીની સુખોઈ વિમાનો તાઇવાનના એરસ્પેસમાં પ્રવેશ્યા પછી તાઇવાને મિસાઇલ દાગી ચીનનું સુખોઇ -35 ક્રેશ કર્યું હતું..

અગાઉ તાઇવાનએ તેના તમામ નાગરિકોના પાસપોર્ટ પરથી ચીનનું નામ કાઢી નાખ્યું હતું. આને ચીનને શરમજનક ઘટના કહી હતી. ત્યારબાદ ચાઇનાએ લડાકુ વિમાનો અને અન્ય સૈન્ય હથિયારો માટે તાઇવાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરેલાં સોદા અંગે જાહેરમાં ધમકી પણ આપી હતી. યુ.એસ. તાઇવાનનું સમર્થન કરી રહ્યું હોવાથી, ચીને સીધી ધમકી આપી હતી કે 'તાઈવાન આગ સાથે રમવાનું બંધ કરે.'  તે પછી પણ, યુનાઇટેડ સ્ટેટ્સ તાઇવાનને લડાકુ વિમાન સપ્લાય કરવા સંમત થયું. આને ચીનને પોતાનું અપમાન ગણી તાઈવાન ને ધમકાવી રહ્યું હતું…

તાઇવાને,  લડાકુ વિમાન તોડી પાડતા ચીનની અસ્થિરતા વધી છે. ચીને એક સાથે ત્રણ મોરચા પર યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરી છે. એક તરફ ચીન લદાખમાં ભારત પર હુમલો કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા દક્ષિણ ચીન સમુદ્ર પર નજર રાખી રહ્યું છે. ત્રીજી તરફ, તે હવે તાઇવાનને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, બની શકે ચાઇના પણ લડાકુ વિમાનોથી ફાયરિંગ કરીને બદલો લે તેવી સંભાવના છે. પરંતુ જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો યુનાઇટેડ સ્ટેટ્સ યુદ્ધમાં કૂદી પડશે એવી શક્યતા રહેલી છે….

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version