Site icon

આખરે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું! આખરી અમેરિકન સૈનિક પ્લેનમાં બેઠો એ તસવીર વાયરલ થઈ, તાલિબાનોએ  હવામાં ફાયરિંગ કરીને મનાવ્યો જશન; જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર 
આખરે બે દાયકા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. બે દાયકા સુધી લડ્યા બાદ અમેરિકી સેના અહીંથી પરત ફરી છે. સોમવારે મોડી રાતે જ્યારે અમેરિકાના અંતિમ વિમાને કાબૂલ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરી કે તરત જ તાલિબાનોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને અલ્લાહૂ અકબરના નારા લગાવી હવામાં ફાયરિંગ કરી ઉજવણી શરૂ કરી દીધી. 

અમેરિકાએ કાબૂલ છોડ્યા બાદ હવે ઍરપૉર્ટ પર તાલિબાને કબજો કરી લીધો છે. એટલે કે હવે કોઈએ પણ દેશની બહાર જવું હશે તો તાલિબાનની મંજૂરી બાદ જ જઈ શકશે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો છે. અમેરિકાની વિદાય થતાં જ તાલિબાનોએ નૉન સ્ટૉપ ફાયરિંગ કર્યું અને જશન મનાવ્યો. માત્ર ફાયરિંગ જ નહીં તાલિબાનોએ આતશબાજી કરીને આકાશને પણ લાલ કરી દીધું હતું.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોર્ટે 40 માળની આ બે ઈમારતને ધ્વસ્ત કરવાનો આપ્યો આદેશ; જાણો વિગતે 

તાલિબાને અમેરિકાના પરત ફરવા પર નિવેદન આપતાં કહ્યું કે 20 વર્ષ સુધી અમારા લોકોને માર્યા, હજારો લોકોને ઘાયલ કર્યા અને આર્થિક નુકસાન પહોંચાડ્યા બાદ આખરે અમેરિકા અહીંથી પરત ફર્યું છે. તાલિબાને જાહેરાત કરી કે હવે અફઘાનિસ્તાન પૂરી રીતે આઝાદ છે.
 
અમેરિકન સંરક્ષણ સંસ્થા પેન્ટાગોને પણ અફઘાનિસ્તાનમાં પોતાના અભિયાનના અંતની સત્તાવાર પુષ્ટિ કરી છે. સોમવારની રાતે અમેરિકન સૈન્યના ત્રણ સી સેવન્ટીન પ્લેને સૈનિકોને લઈને ઉડાન ભરવા સાથે જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાનો કબજો છોડ્યો છે, સાથે જ અમેરિકાએ અફઘાનિસ્તાન અભિયાનનો 19 વર્ષ, 10 મહિના અને 25મા દિવસે અંત લાવી દીધો છે. 

2021ની 30 ઑગસ્ટની રાતે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય અભિયાનના અંતની સાથે અફઘાનિસ્તાન છોડનારા આખરી અમેરિકન સૈનિકની તસવીર પણ જાહેર કરવામાં આવી છે. અમેરિકન સૈનિક મેજર જનરલ ડોનહ્યૂ અફઘાનિસ્તાન છોડનારા આખરી અમેરિકન સૈનિક બન્યા છે. તેઓ અફઘાનિસ્તાનના કાબુલ ઍરપૉર્ટ પરથી અમેરિકન સી સેવન્ટીનમાં બેસનારા આખરી અમેરિકન સૈનિક બન્યા છે. આ તસવીર અમેરિકાના અફઘાન મિશનના અંતની પ્રતીક બની છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે આ તસવીરને ટ્વીટ કરીને વીસ વરસ લાંબા અફઘાનિસ્તાન અભિયાનનો અંત આવ્યાનું જણાવ્યું છે.
 
આમ હવે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાનોના કબજામાં આવી ગયું છે અને તેઓ હવે જીતનો જશન મનાવી રહ્યા છે. જુઓ વીડિયો

Pavel Durov: શેખ નહિ પરંતુ આ વ્યક્તિ છે દુબઇ નો અબજોપતિ, જેણે બનાવી છે ૧૭.૧ અબજ ડોલરની સંપત્તિ, જાણો તેના વિશે અહીં
US shutdown: અમેરિકામાં શટડાઉનનું સંકટ: સેનેટ નિષ્ફળ, બંધ થઈ શકે છે સરકારી કચેરીઓ, જાણો કેમ મચ્યો હંગામો
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Exit mobile version