Site icon News Continuous Bureau | Mumbai

 તાલિબાન સરકાર: હાલ મિત્ર દેશો સાથે સંધિ માટે તાલિબાન કરશે ભવ્ય સમારોહનું આયોજન, આ 6 દેશોને મોકલાયા આમંત્રણ; જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

અફઘાનિસ્તાનના તમામ પ્રાંત પર કબજો કર્યા બાદ તાલિબાને જલ્દી સરકારની રચના કરવાનો નિર્ણય કર્યો છે. 

તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સરકારની રચના માટે મોટો સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યું છે. 

તાલિબાને આ સમારોહમાં ભાગ લેવા માટે છ દેશોને આમંત્રણો પણ મોકલ્યા છે. આ છ દેશો પાકિસ્તાન, તુર્કી, કતાર, રશિયા, ચીન અને ઈરાન છે.

ચીન, રશિયા, તુર્કી અને પાકિસ્તાને તો પોતાના દૂતાવાસોમાં પણ પહેલાની જેમ કામ ચાલુ રાખ્યું છે. જોકે, ભારત સાથે તાલિબાનનો અત્યાર સુધી કોઇ સંપર્ક થયો નથી.

મહત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે સરકાર રચનાને આવતા અઠવાડિયા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

માનવામાં આવી રહ્યુ છે કે તાલિબાન આવતા કેટલાક દિવસમાં કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરશે, જેમનું નેતૃત્વ સંગઠનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર કરી શકે છે.

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version