ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
દુનિયાભરમાં તાલિબાનની તરફદારી કરનારા પાકિસ્તાનને મોં પર લપડાક પડી છે. પાકિસ્તાનની રાહતની સામગ્રી લઈને અફઘાનિસ્તાન એક ટ્રક પહોંચ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના લડાકુઓએ પાકિસ્તાનનો ઝંડો ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં પણ પાકિસ્તાનનો જોરદાર વિરોધ પણ કર્યો હતો. હાલમાં જ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો છે. તેમાં ચોખ્ખુ દેખાઈ આવે છે કે કે ટ્રક પર પાકિસ્તાની ઝંડો જોઈને તાલિબાનો ગુસ્સામાં લાલ-પીળા થઈ જાય છે. ઝંડા સામે નારાજગી પણ વ્યક્ત કરે છે. બાદમાં ટ્રક પરથી ઝંડો કાઢીને તેને ફાડી નાખે છે. જે ટ્રક પરનો ઝંડો ફાડી નાખવામાં આવ્યો હતો, તે ટ્રક પર પાક-અફઘાન ઓપરેશન ફોરમ લખ્યું હતું.
અમેરિકાની મુલાકાતે આવેલા આ દેશના રાષ્ટ્રપતિને ફૂટપાથ પર ખાવો પડયો પિઝા; જાણો કેમ?
અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોમાં પાકિસ્તાનને લઈને બે જૂથ પડી ગયા છે. પાકિસ્તાનની વધતી દખલઅંદાજીને કારણે તાલિબાની મુલ્લા બરાદર અને મુલ્લા યુસુફનું નેતૃત્વવાળું ગ્રુપ નારાજ છે.
