Site icon

Taliban Pakistan War: યુદ્ધના ભણકારા! તાલિબાને આપ્યો હુમલાનો જબડાતોડ જવાબ, પાકિસ્તાની ચોકીઓ પર કર્યો હુમલો…

Taliban Pakistan War:અફઘાનિસ્તાનના પૂર્વી પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની સૈન્ય વિમાનોએ બોમ્બમારો કર્યા બાદ કાબુલે જવાબી કાર્યવાહી કરી છે. બંને દેશોની સરહદ પર અફઘાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં 19 પાકિસ્તાની સૈનિકો અને ત્રણ અફઘાન નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાનની સરહદે આવેલા પૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ભીષણ લડાઈ ચાલી રહી છે.

News Continuous Bureau | Mumbai 

Taliban Pakistan War:પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે લોહિયાળ જંગ શરૂ થઈ શકે છે. અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયાઓ ડ્યુરન્ડ રેખા પાર કરીને પાકિસ્તાન પર તબાહી મચાવી રહ્યા છે. ભારે મશીનગન અને આધુનિક હથિયારોથી સજ્જ તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો છે.

Join Our WhatsApp Community

Taliban Pakistan War: બંને તરફથી હુમલાઓ ચાલુ

અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના કેમ્પ પર પાકિસ્તાની બોમ્બમારો બાદ બંને તરફથી હુમલાઓ ચાલુ છે. તાલિબાન લડવૈયાઓ ગુલામ ખાન ક્રોસિંગ પર અંધાધૂંધ હુમલો કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તાલિબાન ભારે અને અત્યાધુનિક હથિયારો સાથે સરહદ નજીક તેમની ચોકીઓ પર હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, તાલિબાનનું કહેવું છે કે તે પાકિસ્તાન સાથેની સરહદ પર અરાજકતાવાદીઓને નિશાન બનાવી રહ્યું છે.

Taliban Pakistan War:  તાલિબાને પાકિસ્તાની સેનાની બે પોસ્ટ કબજે કરી લીધી

મીડિયા રિપોર્ટ મુજબ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ડ્યુરન્ડ લાઇન પર બંને તરફથી હિંસક અથડામણ થઈ રહી છે. તાલિબાને પાકિસ્તાની સેનાની બે પોસ્ટ કબજે કરી લીધી છે. ભારે હથિયારોનો ઉપયોગ કરીને તાલિબાન સૈનિકોએ ડ્યુરન્ડ લાઇન પર હાજર પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા અને બાકીના ભાગી ગયા.

આ સમાચાર પણ વાંચો : Israel Benjamin Netanyahu : યુદ્ધ વચ્ચે યારીવ લેવિન બન્યા ઇઝરાયેલના કાર્યકારી વડાપ્રધાન, જાણો કારણ..

Taliban Pakistan War: પાકિસ્તાનેઅફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો 

ગત મંગળવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા. આ મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા.

તાલિબાન શાસને આ મુદ્દે ઈસ્લામાબાદ સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની પ્રાદેશિક સાર્વભૌમત્વ લાલ રેખા છે. જોકે, ઈસ્લામાબાદે હજુ સુધી એરસ્ટ્રાઈક અંગે કંઈ કહ્યું નથી.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version