Site icon

તાલિબાન શાસનમાં ફરી દબાવવામાં આવ્યો મહિલાઓનો અવાજ, એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન બંધ કર્યું

અફઘાનિસ્તાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એક રેડિયો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં તે એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન હતું. પરંતુ રમઝાનને ટાંકીને તાલિબાને રેડિયોનો અવાજ બંધ કરી દીધો

તાલિબાન શાસનમાં ફરી દબાવવામાં આવ્યો મહિલાઓનો અવાજ, એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન બંધ કર્યું

તાલિબાન શાસનમાં ફરી દબાવવામાં આવ્યો મહિલાઓનો અવાજ, એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન બંધ કર્યું

News Continuous Bureau | Mumbai

News Detail

અફઘાનિસ્તાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એક રેડિયો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં તે એકમાત્ર મહિલા રેડિયો સ્ટેશન હતું. પરંતુ રમઝાનને ટાંકીને તાલિબાને રેડિયોનો અવાજ બંધ કરી દીધો. આ આદેશ પાછળ તાલિબાનોનો આરોપ છે કે પવિત્ર રમઝાન માસ દરમિયાન મહિલા રેડિયો સ્ટેશન વગાડવામાં આવી રહ્યું હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા રેડિયો સ્ટેશને તાલિબાનના આ આરોપોને ફગાવી દીધા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: રિઝર્વ બેંક ફરી ઝટકો આપવાની તૈયારીમાં, કેન્દ્રીય બેન્કના આ નિર્ણયથી વધી શકે છે EMI..

10 વર્ષ પહેલા શરૂ થયું હતું રેડિયો સ્ટેશન

કહેવાય છે કે આ રેડિયો સ્ટેશન 10 વર્ષ પહેલા શરૂ થયું હતું. અહીં 10 લોકોનો સ્ટાફ છે, જેમાંથી 8 મહિલાઓ કામ કરતી હતી. બદખ્શાન પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ નિર્દેશક મોઇઝુદ્દીન અહમદીએ જણાવ્યું કે રમઝાન મહિના દરમિયાન ગીતો અને સંગીત વગાડીને ઇસ્લામિક અમીરાતના કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ કારણોસર આ રેડિયો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશનનું નામ સદાઈ બનોવન છે, જેનો અર્થ થાય છે મહિલાઓનો અવાજ.

રેડિયો સ્ટેશન મેનેજરે તાલિબાનના આરોપોને નકાર્યા

જો આ રેડિયો સ્ટેશન ઈસ્લામિક અમીરાતના કાયદાનું પાલન કરવાની ખાતરી આપે તો ભવિષ્યમાં તેને ફરી શરૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ, મહિલા રેડિયો સ્ટેશનની મેનેજર નાઝિયા સોરોશે કાયદાના ઉલ્લંઘનના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ષડયંત્રના ભાગરૂપે તેમનું રેડિયો સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. નાઝિયા સોરોશે રમઝાન મહિનામાં સંગીત વગાડવાના આરોપોને નકારી કાઢ્યા.

 

Donald Trump: ઈરાન પર ટ્રમ્પની લાલ આંખ: ‘જો પ્રદર્શનકારીઓ પર ગોળી ચાલી તો અમેરિકા શાંત નહીં બેસે’, જાણો શું છે ટ્રમ્પનો પ્લાન
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો મેક્સિકો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’નો પ્લાન! ડ્રગ કાર્ટેલ્સને ખતમ કરવા લશ્કરી હુમલાની જાહેરાતથી દુનિયા સ્તબ્ધ
Emmanuel Macron: PM મોદીનો જાદુ ચાલ્યો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ
Iran Anti-Regime Protests 2026: ઈરાનમાં લોહિયાળ જંગ: 39 ના મોત અને ઈન્ટરનેટ ઠપ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Exit mobile version