News Continuous Bureau | Mumbai
Pakistan Election 2024: પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં ( Dera Ismail Khan ) એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓ ( Policemen ) શહીદ થયા છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલા હુમલામાં ( Terrorist attack ) ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ઘાયલ પોલીસકર્મીઓને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક રિપોર્ટમાં પોલીસે કહ્યું હતું કે, આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર ( firing ) કર્યો હતો. એક રિપોર્ટ મુજબ, પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ( terrorists ) રાતના અંધારામાં ભાગી ગયા હતા.
🇵🇰 – PAKISTAN
At least 10 policemen have been killed and six others injured in an attack on a police station in northwest Pakistan.
What’s happening in Pakistan, people revolting? pic.twitter.com/DIsG8oTP4c
— David Roth-Lindberg (@RothLindberg) February 5, 2024
આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવી દેવામાં આવ્યું છે…
પોલીએ તેના સત્તાવાર નિવેદમાં કહ્યું હતું કે, આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ સાથે રેપિડ એક્શન ફોર્સ પણ સ્થળ પર તૈનાત છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાડોશી દેશ સતત આતંકી હુમલાઓનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં, બલૂચિસ્તાનમાં સતત ત્રણ આતંકવાદી હુમલામાં ચાર સરકારી કર્મચારીઓ અને બે નાગરિકોના મોત થયા હતા, ત્યારબાદ પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Gyanvapi : આ બ્રિટિશ એકાઉન્ટન્ટના વર્ષો જૂના નકશામાંથી ખૂલશે જ્ઞાનવાપીનું રહસ્ય, જાણી શકાશે ક્યાં છે આદિ વિશ્વેશ્વર મંદિરનું ગર્ભગૃહ..
આ દરમિયાન બલોચ સ્વતંત્રતા તરફી જૂથોના જોડાણ, બલોચ રાજ અજોઈ સંગાર (BRAS), બલૂચિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષના કાર્યાલયો અને કર્મચારીઓ પર 14 હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. રાજકીય પક્ષના કાર્યાલયો પર હુમલા અંગે બલોચ રાજે કહ્યું કે બલૂચિસ્તાનના લોકોએ પાકિસ્તાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી રાજકીય ગતિવિધિઓ બંધ ન થાય ત્યાં સુધી BRAS તેમને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખશે.
BRAS જૂથ પાકિસ્તાન સરકાર દ્વારા બલૂચિસ્તાન પર લાદવામાં આવેલી સામાન્ય ચૂંટણીઓને સ્વીકારતું નથી: અહેવાલ..
BRASના અહેવાલ મુજબ, પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું જૂથ પાકિસ્તાન સરકાર દ્વારા બલૂચિસ્તાન પર લાદવામાં આવેલી સામાન્ય ચૂંટણીઓને સ્વીકારતું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે બલૂચિસ્તાનમાં ચૂંટણી કરાવીને પાકિસ્તાન બળ સાથે કબજો કરવા માંગે છે.
રિપોર્ટ અનુસાર, પ્રવક્તાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે જૂથના લડવૈયાઓ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુમલા કરે છે. સંગઠને સામાન્ય લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રહેવા અને ચૂંટણી રેલી કે ઓફિસમાં ન જવા જણાવ્યું છે. આ સાથે, જૂથે સામાન્ય ચૂંટણી દરમિયાન આવા હુમલાઓ ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
