Site icon News Continuous Bureau | Mumbai

Terrorists Killed In Pakistan પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો ? લશ્કરના કમાન્ડરનો ઘટસ્ફોટ ‘અમારા ૩૦થી વધુ આતંકીઓ ઢેર!’

Terrorists Killed In Pakistan પીઓકે અને પાકિસ્તાનના અલગઅલગ શહેરોમાં લશ્કરના કમાન્ડરોનો થયો સફાયો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ખળભળાટ

Terrorists Killed In Pakistan  પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો ? લશ્કરના કમાન્ડરનો ઘટસ્ફોટ  'અમારા ૩૦થી વધુ આતંકીઓ ઢેર!'

Terrorists Killed In Pakistan પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો ? લશ્કરના કમાન્ડરનો ઘટસ્ફોટ 'અમારા ૩૦થી વધુ આતંકીઓ ઢેર!'

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Terrorists Killed In Pakistan પાકિસ્તાનમાં છુપાાઈને રહેતા ભારતવિરોધી આતંકવાદીઓમાં ભારે દહેશતનો માહોલ છે. ભારતમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર લશ્કરએતૈયબા (LeT) આતંકી સંગઠનના ઉચ્ચ કમાન્ડર રિઝવાન હનીફે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે છેલ્લા ૩ થી ૪ વર્ષમાં પાકિસ્તાન અને પીઓકેના વિવિધ શહેરોમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા તેમના ૩૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

Terrorists Killed In Pakistan – પેશાવર, કરાચી અને રાવલપિંડી જેવા શહેરોમાં આતંકીઓનો સફાયો

વાયરલ થયેલા એક વીડિયોમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે પોતાના સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે કરાચી, પેશાવર, રાવલપિંડી તેમજ પીઓકેના મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારોમાં તેમના સંગઠનના સભ્યોને લક્ષ્ય બનાવીને મારી નાખવામાં આવ્યા છે. આતંકી નેતાએ દાવો કર્યો હતો કે અજ્ઞાત હુમલાખોરોની આ સતત કાર્યવાહીને કારણે હવે પાકિસ્તાનમાં પણ તેઓ સુરક્ષિત રહ્યા નથી.

Terrorists Killed In Pakistan – ધાર્મિક ઉશ્કેરણી અને ઝેર ઓકતું નિવેદન આપ્યું

પોતાના આતંકીઓના મોતથી બચાવ કરવા માટે આ કમાન્ડરે ઉશ્કેરણીજનક અને ધાર્મિક ઝેર ઓકતા વિવાદિત નિવેદનો પણ આપ્યા હતા. તેણે પોતાના સમર્થકો સામે હિંદુઓ અને અન્ય ધર્મો સામે નફરત ફેલાવતા શબ્દોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના મૃત્યુને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.

Terrorists Killed In Pakistan – લશ્કર-એ-તૈયબાના નેટવર્કને મોટો ફટકો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ભારત મોન્ટેડ અનેક ટોચના આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરોની ગોળીઓનો શિકાર બની રહ્યા છે. લશ્કરના પોતાના કમાન્ડર દ્વારા આટલી મોટી સંખ્યામાં આતંકીઓના મોતના આંકડાની કબૂલાત કરવાથી પાકિસ્તાનમાં સક્રિય આતંકી નેટવર્કને મોટો આંચકો લાગ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Trump Warns Iran Deal મધ્ય પૂર્વમાં વધશે તણાવ? ટ્રમ્પે ઈરાનને કહ્યું—’ડીલ કરો અથવા આત્મસમર્પણ કરો’

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version