Site icon News Continuous Bureau | Mumbai

બોલો શું કહેશો! આ સૈન્ય અધિકારી રૉકેટ લોન્ચર અને મશીનગન લઈને લાપતા થયો… બધે શોધખોળ ચાલુ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોરોનાકાળ વચ્ચે બેલ્જિયમમાં એક અજબ કિસ્સો બન્યો છે. સૈન્યનો એક ઉચ્ચ કક્ષાનો કુશળ અધિકારી ચાર રૉકેટ લૉન્ચર, મશીનગન અને પિસ્તોલ લઈને નાસી ગયો છે. અધિકારીજર્ગને આવું કેમ કર્યું એની પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તેમને જણાવા મળ્યું હતું કે બેલ્જિયમના લોકડાઉનથી આ અધિકારી રોષે ભરાયો હતો અને તેથી તે શસ્ત્રો લઈ ભાગી ગયો હતો.

હકીકતે બેલ્જિયમના જાણીતા વાઇરોલોજિસ્ટ માર્ક વેન રેન્સ્ટે મીડિયાને વારંવાર જણાવ્યું હતું કે "લોકડાઉન લાદવું જ જોઈએ. જો કોરોનાને કાબૂમાં રાખવો હોય તો કડક પ્રતિબંધો લાદવાં જ જોઈએ." તેમનાં મંતવ્યો સાંભળ્યા પછી જર્ગન નારાજ થઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા જર્ગને ઘણા પત્રો લખ્યા, જેમાંથી એક તેણે પોતાના પરિવારને લખ્યો હતો. એમાં જર્ગને કહ્યું હતું કે “રાજકારણીઓ અને વાઇરોલોજિસ્ટ્સે બધું આપણાથી છીનવી લીધું છે. મને આવા સમાજમાં રહેવાની ઇચ્છા નથી.” આ ચિઠ્ઠી મળતાં તેના પરિવારે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

જ્યારે અધિકારીઓએ જર્ગનને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમને જાણ થઈ કે જર્ગન શસ્ત્રો સાથે ભાગી ગયો છે. માર્ક રેન્સ્ટે લોકડાઉનના આપેલા નિવેદન બાદ ગયા વર્ષે જર્ગને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે “રેન્સ્ટનું સરનામું કોણ જાણે છે?” આ ટ્વીટ પછી, એક ઉચ્ચ કુશળ સૈનિક તરીકે નામના પ્રાપ્ત કરનાર જર્ગનને ઑફિસના નિયમો અંતર્ગત સજા પણ આપવામાં આવી. દરમિયાન રેન્સ્ટે દાવો કર્યો છે કે જર્ગન ગાયબ થઈ જતાં પહેલાં તે તેના શહેરમાં આવ્યો હતો અને તેના પર નજર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જર્ગને યુગોસ્લાવિયા, લેબેનોન, ઇરાક અને અફઘાનિસ્તાનમાં સેવા આપી હતી. તે શસ્ત્રો સંભાળવામાં કુશળ છે, એથી તેને પકડવો એક મોટો પડકાર છે. તેની શોધ માટે ૪૦૦ સૈનિકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version