ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
કોરોના વાયરસને મંજૂરી આપીને બ્રિટનમાં મોટા સ્તર પર રસી આપવાનું કામ શરુ થઈ ગયું છે. બ્રિટેનમાં Pfizer-BioNTechની રસી આપવામાં આવી રહી છે. પરંતુ શરુઆતના દિવસોમાં જ ચિંતા વધારતો કિસ્સો સામે આવ્યો છે. રસી મળ્યા બાદ 2 લોકોને એલર્જી થયાનું સામે આવ્યું છે. જેણે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.
હવે બ્રિટનમાં મેડિકલ ડિપાર્ટમેન્ટે એક ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને દવાઓનું રિએક્શન અથવા ખાવાથી થનારા રિએક્શનમાં સમસ્યા આવી શકે છે તેમને આ રસી ન આપવામાં આવે. જોકે દરેક જણ ને રસીથી એલર્જી થશે એ જરુરી નથી.. આથી ડરવાની જરૂર નથી..
જે મામલા સામે આવ્યા છે તેમને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ત્યાં સુધીમાં તે લોકોને રસી આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો છે. જેમને પહેલાથી દવાથી કે કોઈ ખોરાકની એલર્જી છે. બીજા દેશ કેનેડામાં પણ આ કેસ બાદ રસીને લઈને સતર્કતા વર્તવાની વાત કરી છે…