Site icon News Continuous Bureau | Mumbai

ચીને ફૂંફાડો માર્યો. કહ્યું પાકીસ્તાનમાં ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે.

News Continuous Bureau | Mumbai
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર થયેલા તાજેતરના હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ચીનીઓનું લોહી વહાવી શકાય નહીં અને આ ઘટના માટે જવાબદાર લોકો ચોક્કસ કિંમત ચૂકવશે. ચીનના આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર વુ જિઆંગહાઓએ આ મામલે પાકિસ્તાની રાજદૂતને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. વુએ માગણી કરી હતી કે પાકિસ્તાનીઓએ તાત્કાલિક આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જાેઈએ. ગુનેગારોને પકડીને સજા થવી જોઈએ. પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ. પાકિસ્તાનની આર્થિક રાજધાનીમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા તાજેતરના હુમલામાં બુરખા પહેરેલા એક બલૂચ આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં શટલ પેસેન્જર વાનને ટક્કર મારી હતી, જેમાં ત્રણ ચીની શિક્ષકોના મોત થયા હતા. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રવક્તાના હવાલાથી જણાવ્યું હતું કે ચીને હુમલા પર તેની "સખત નિંદા અને આક્રોશ" વ્યક્ત કર્યો છે, તેમજ પીડિતો અને ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો હતો અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે કેન્દ્રની સંપૂર્ણ મદદ અને સહયોગની ખાતરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા

Join Our WhatsApp Channel
Captain Smit Machchhar Skull Fracture Details માથા પાછળ અસંખ્ય ટાંકા અને મોત સામે બે વાર ટક્કર! ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતી કેપ્ટનની અવિશ્વસનીય કહાણી
US Immigrants Exit White House Claim ૨૩ લાખ લોકો ગયા અને અમેરિકન બિઝનેસ ઠપ…. માસ ડિપોર્ટેશન વચ્ચે વર્કર્સની એવી તંગી સર્જાઈ કે માલિકો માથે હાથ દઈ બેઠા; જાણો વિગત
Super El Nino Global Threat તાપમાનના તમામ રેકોર્ડ તૂટશે અને ફેલાશે ભૂખમરો! સુપર અલ નીનો સામે વિશ્વ કેટલું તૈયાર? જુઓ ચોંકાવનારો રિપોર્ટ
North Korea Fires 10 Missiles કોરિયન દ્વીપકલ્પમાં યુદ્ધ જેવી સ્થિતિ કિમ જોંગ ઉને સમુદ્ર તરફ એકસાથે દાગી ૧૦ બેલિસ્ટિક મિસાઇલો; સંયુક્ત સેના સક્રિય
Exit mobile version