Site icon

ચીનની સહાયતાથી પાકિસ્તાનમાં દોડી દેશની સૌ પ્રથમ મેટ્રો ટ્રેન.. જાણો આ ટ્રેનની વધુ ખાસિયતો. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020 

પાકિસ્તાનમાં તેની પ્રથમ મેટ્રો ટ્રેન સામાન્ય માણસો માટે ખુલ્લી મુકવામાં આવી છે. પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં દેશની પ્રથમ મેટ્રો લાઇન પર ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનને ચીનની મદદથી મેટ્રોની મદદ મળી છે. આ 27-કિલોમીટર (17-માઇલ) લાંબી ઓરેંજ લાઇન પર બે ડઝનથી વધુ સ્ટેશનો છે. ગીચ લાહોર શહેરમાં ક્યાંય પણ મુસાફરી કરવી સહેલી રહેશે. જો બસ દ્વારા ક્યાંક જવા માટે અઢી કલાકનો સમય લાગે છે, તો મેટ્રોથી  ત્યાં ફક્ત 45 મિનિટમાં પહોંચી શકાય છે. અધિકારીઓની અપેક્ષા છે કે મેટ્રો સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યારે દરરોજ લગભગ 2.5 લાખ લોકો તેમાં મુસાફરી કરશે. પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ઉસ્માન બૂઝદારે રવિવારે ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું હતું કે, "આ પ્રોજેક્ટ લાહોરમાં લોકોને વિશ્વ કક્ષાની સુવિધા પૂરી પાડશે."

આ પ્રોજેક્ટની કિંમત 300 અબજ રૂપિયા છે. આ પ્રોજેક્ટના નિર્માણમાં ઘણા વર્ષોનો વિલંબ થયો હતો અને ઘણા રાજકીય વિવાદો પણ થયા હતા. તાજેતરના વર્ષોમાં, પાકિસ્તાને ચીન પાસે મોટી લોન લીધી છે, જેના વિશે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચીને તેની બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ પાકિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેનો ઉદ્દેશ એશિયા, આફ્રિકા અને યુરોપના અર્થતંત્રને મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ સાથે જોડવાનો છે.

હકીકતમાં, ઘણા લોકોને ચિંતા હતી કે આ પ્રોજેક્ટથી વર્લ્ડ હેરિટેજ સાઇટને નુકસાન થશે. તેમ છતાં આ મેટ્રો લાઇનના માર્ગમાં પડતા 600 થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

ઉદ્ઘાટન પ્રસંગે ચીનના કન્સ્યુલ જનરલ લોંગ ડીંગબિને આ મેટ્રો સિસ્ટમને પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. કહ્યું "જાહેર પરિવહન ક્ષેત્રે દક્ષિણ એશિયાના દેશ માટે નવા તબક્કા" ની શરૂઆત હશે.

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version