Site icon

પોસ્ટ દ્વારા સેંકડો આંતરવસ્ત્રો પહોંચ્યા વડાપ્રધાનની ઓફિસે.. જાણો કયા દેશનો છે આ કિસ્સો…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
    કોરોનાની બીજી લહેરે દુનિયાભરના દેશોમાં પોતાનો ભરડો લીધો છે. મહદંશે દેશોમાં આંશિક લોકડાઉન પણ લાગુ કરાયું છે. જ્યારે ફ્રાન્સમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેની સીધી અને માઠી અસર વેપાર-ધંધા પર પણ પડી છે. વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. દેશ હોય કે વિદેશ દરેક વેપારી અત્યારે ધીરે ધીરે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે, ત્યારે ફ્રાંસના  અંતરવસ્ત્રના વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે કર્યો અનોખો પ્રયોગ.


   ફ્રાન્સમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉનના પગલે સામાન્ય જનતાને ઘર બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે જરૂરી સેવાઓની જ દુકાનો ખુલ્લી છે. આનાથી ગુસ્સે થયેલા ત્યાંના આંતરવસ્ત્રના વેપારીઓએ ફ્રાન્સના વડાપ્રધાન જિન કૅસ્ટેક્સના ઓફિસમાં પોસ્ટ દ્વારા સેંકડો આંતરવસ્ત્રો પાઠવ્યા છે. એનાથી વડાપ્રધાનની ઓફિસના કર્મચારીઓ ખૂબ જ હેરાન પરેશાન થઇ ગયા છે. લોકડાઉનના લીધે ફ્રાન્સની આંતરવસ્ત્રની દુકાનો બંધ હોવાના કારણે તેના માલિકોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ નુકસાની જાણ કરાવવા માટે જ તેઓ આ પાર્સલનેવડાપ્રધાનની ઓફિસમાં મોકલવાની સાથે જ દુકાનો ખોલવાની પરવાનગી માંગતો વિનંતી પત્ર પણ લખ્યો છે.

Join Our WhatsApp Community

એન્ટિલિયા જાસૂસી મામલોઃ NIAએ વધુ એક પોલીસ અધિકારીની કરી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સને ફેશન જગતનું હબ માનવામાં આવે છે. અત્યારે લોકડાઉનના પગલે ફેશન બ્રાન્ડની કંપનીઓ અને દુકાનો પર તેની માઠી અસર પડી છે.

Hezbollah Commander: ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો અવ્વલ કમાન્ડર ઠાર; ‘આ’ દેશની મોસ્ટ-વોન્ટેડ યાદીમાં હતો સામેલ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
Peshawar attack: પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકી હુમલો: પોલીસ મુખ્યાલય ધમધમ્યું, અનેક ધમાકાના અવાજોથી વિસ્તારમાં હાહાકાર!
PM Narendra Modi: ભારત-ઇટાલી મૈત્રી: PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક, આ ગંભીર સમસ્યા વિરુદ્ધ મળીને લડવાનો સંકલ્પ
Exit mobile version