Site icon

પાકિસ્તાનની આ અભિનેત્રીએ પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન રદ કર્યાં; કહ્યું – રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૮ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

પાકિસ્તાની અભિનેત્રી ઝોયા નાસિરે તેના બૉયફ્રેન્ડ ક્રિશ્ચિયન બેટઝમેન સાથે લગ્ન તોડી નાખ્યાં છે. ક્રિશ્ચિયન એક જર્મન બ્લોગર છે, જેણે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વિશે વાત કરતી વખતે પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. ઝોયાને પોતાના દેશ માટે થયેલી આ ટિપ્પણી પસંદ આવી ન હતી અને એ કારણે તેણે તેના બૉયફ્રેન્ડ ક્રિશ્ચિયન બેટઝમેન સાથે લગ્ન કરવાનો નિર્ણય રદ કર્યો હતો.

ક્રિશ્ચિયને તેના બ્લોગમાં કહ્યું હતું કે “હવે પ્રાર્થનાથી કંઈ થશે નહીં. અન્ય લોકો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું બંધ કરો, તમે લોકો તમારા પોતાના દેશને બરબાદ કરી રહ્યા છો, કારણ કે તમે તમારા પોતાના સમુદાય અને લોકોને મદદ કરી શકતા નથી.” પાકિસ્તાન વિશે ક્રિશ્ચિયન દ્વારા વ્યક્ત કરેલાં મંતવ્યો જોયા પછી, ઝોયાએ તેની સાથે લગ્ન ન કરવાનું નક્કી કર્યું.

ઝોયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ નિર્ણય જાહેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે “ક્રિશ્ચિયને અચાનક મારા દેશ પ્રત્યેનું પોતાનું વલણ બદલી નાખ્યું છે. તે મારા ધર્મ પ્રત્યે સંવેદનશીલ નથી, એથી હું આ નિર્ણય લઈ રહી છું. ધર્મ અને સમાજ વચ્ચે સીમાઓ છે, જેને ઓળંગી શકાતી નથી, એથી હું ક્રિશ્ચિયનથી અલગ થઈ રહી છું.”

પાકિસ્તાનમાં ઘડાવા જઈ રહ્યો છે આ નવો કાયદો; ૧૮ વર્ષની ઉંમર બાદ પણ લગ્ન ન કરનાર યુવકોના વાલીઓને થશે દંડ, જાણો વિગત

ક્રિશ્ચિયને આના જવાબમાં લખ્યું કે તે ધર્મ અથવા બીજા કોઈની પ્રાર્થનાનો ઉપહાસ નથી કરતો. ઇસ્લામ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નાગરિકોની પોસ્ટ્સ જોયા પછી મને ફક્ત હિંસા અને દ્વેષ દેખાય છે. તેણે ઉમેર્યું હતું કે તેણે ક્યારેય ઇઝરાયલનું સમર્થન કર્યું નથી, ક્રિશ્ચિયને ઝોયા માટે વધુ સારા જીવનની પ્રાર્થના કરી હતી.

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version