Site icon

પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, આ સમર્થકો હવે વિવિધ સંસ્થાનોમાં તોડફોડ મચાવી રહ્યા છે. અનેક વિસ્તારમાં મીલેટરી શાસન લાગુ કરવામાં આવ્યું છે.

The protestors are attacking pakistan military installations

The protestors are attacking pakistan military installations

 News Continuous Bureau | Mumbai

ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેની દુશ્મનાવટને કારણે PTI ના સમર્થકો સમગ્ર પાકિસ્તાનમાં લશ્કરી માળખાને ઈરાદાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

પાકિસ્તાની સેનાના જનરલ હેડક્વાર્ટર (GHQ)થી લઈને લાહોર કોર્પ્સ કમાન્ડરોના ઘરની તોડફોડ સુધી, પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ) સમર્થકોની આગેવાની હેઠળ સૈન્ય અધિકારીઓના નિવાસ્થાન તેમજ ઓફિસેસને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

9 મેના રોજ, હિંસક ટોળાએ પાકિસ્તાની સેનાના જનરલ હેડક્વાર્ટર (GHQ) ની અંદર ધસી આવ્યું હતું, જે જોઈન્ટ સ્ટાફ હેડક્વાર્ટરની બાજુમાં રાવલપિંડીના ગેરિસન સંકુલમાં સ્થિત છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત સૈન્યના સૌથી પ્રતિબંધિત વિસ્તારની અંદર નાગરિકો ઘૂસી ગયા. GHQ એ પાકિસ્તાનની સેનાનું કમાન્ડ સેન્ટર છે.

આ સંદર્ભેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે આર્મી અને મીલેટરીના અધિકારીઓના ઘરો કેટલા વૈભવશાળી છે તેમજ તેઓ કેટલી જાહોજલાલી ભોગવી રહ્યા છે.

વિરોધીઓના હિટ લિસ્ટમાં લાહોર કેન્ટમાં કોર્પ્સ કમાન્ડરનું ઘર હતું, જે અગાઉ જિન્નાહના ઘર તરીકે ઓળખાતું હતું. તેઓએ રહેઠાણમાં તોડફોડ કરી, ઝુમ્મર તોડી નાખ્યા અને મોર, સ્ટ્રોબેરી અને ગોલ્ફ ક્લબ, અન્ય વસ્તુઓની સાથે લઈ ગયા. લોકોએ કહ્યું કે આ બધી વસ્તુ જનતાના પૈસાથી ખરીદવામાં આવી છે. સંખ્યાબંધ વાહનો અને રહેઠાણના ભાગોને સંપૂર્ણપણે સળગાવી દેવામાં આવ્યા છે. 1943માં જિન્નાહ દ્વારા જંગી મિલકત હસ્તગત કરવામાં આવી હતી અને ત્યારથી તે પાકિસ્તાની સેનાના કબજા હેઠળ છે.

આ સમાચાર પણ વાંચો:  Tecno Phantom V Yoga સ્માર્ટફોન 7 કેમેરા સાથે આવશે! વિગતો જાણો

વર્તમાન કોર્પ્સ કમાન્ડર IV લેફ્ટનન્ટ જનરલ સલમાન ફૈયાઝ ગન્ની છે જેમની પાસે મિલકતની માલિકી છે.
રાવલપિંડીમાં અસ્કરી ગ્રુપ ઓફ કંપનીઝની આર્મી વેલ્ફેર ટ્રસ્ટની ઇમારતને પણ વિરોધીઓએ આગ લગાવી દીધી હતી. આ ટ્રસ્ટ ભૂતપૂર્વ લશ્કરી કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને ભૂતપૂર્વ લશ્કરી કર્મચારીઓને રોજગારની તકો પૂરી પાડે છે.
તે અનાથ, મૃત સૈનિકોની વિધવાઓ અને સૈન્યના અપંગ કર્મચારીઓના કલ્યાણ અને પુનર્વસન માટે પણ ભંડોળ ઊભું કરે છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના લોઅર ડીર વિસ્તારમાં આવેલ ફ્રન્ટિયર કોર્પ્સ પબ્લિક હાઈસ્કૂલમાં પ્રદર્શકો ઘૂસી ગયા હતા અને આખે આખી સ્કૂલને બાળી નાખવામાં આવી હતી.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત મિયાંવાલી એરબેઝ પર પાકિસ્તાન વાયુસેના (PAF) ના ડમી એરક્રાફ્ટને સળગાવી દેવામાં આવ્યું હતું. તોફાનીઓએ મિયાંવાલીમાં એરફોર્સ બેઝની બાઉન્ડ્રી વોલ તોડી પાડી હતી.

હિંસા પર કાબૂ મેળવવા માટે સેનાને બોલાવવામાં આવી છે અને રાજ્યની સંપત્તિ પર વધુ હુમલાઓ સામે વિરોધીઓને ચેતવણી આપી છે.

 

Zelensky: પુતિન ગયા, દિલ્હીમાં હવે ઝેલેન્સ્કીનો વારો? કૂટનીતિના મોરચે ભારતની સંતુલિત ચાલ વૈશ્વિક સ્તરે ચર્ચામાં
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
Putin Dinner: પુતિને ભારતીય ડિનરમાં શું ખાધું? ઝોલ મોમો અને દાળ તડકા સહિત જુઓ રાત્રિભોજન પાર્ટીનું પૂરું મેનૂ
Russia Sanctions: પુતિન ભારતથી પરત ફરતા જ યુરોપ અને G7 દેશોએ રશિયા વિરુદ્ધ ‘મહાસાજિશ’ રચવાની શરૂઆત કરી, શું વૈશ્વિક ઊર્જા બજારમાં કોઈ મોટો વિસ્ફોટ થશે?
Exit mobile version