Site icon

ચીનમાં લોકડાઉનના ભયંકર પરિણામ. સમુદ્રમાં થયો ટ્રાફિક જામ, શાંઘાઈ પોર્ટ પર હજારો જહાજનો જમાવડો; જુઓ ફોટો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં ફરી એક વખત કોરોના કહેર વધી રહ્યો છે. તેમાં પણ ચીન(China)ની આર્થિક રાજધાની શાંઘાઈ(Shanghai)માં કોરોના(Coronavirus)નો વધી રહ્યું છે. ચીન કોરોના(China covid19)ને લઈને શરૂઆતથી કડક વલણ અપનાવતું આવ્યું છે. તેમ છતાં પણ શાંઘાઈમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

અહીં કોરોના(Coronavirus)ના કારણે છેલ્લા એક મહિનાથી લોકડાઉન(Lockdown) છે. રસ્તા પર ટ્રાફિક(traffic on road નથી, ફક્ત પોલીસ અને પ્રશાસન તથા જરૂરી સેવા માટે લાગેલા લોકોની અવરજવર થઈ રહી છે. આ કારણે સમગ્ર શાંઘાઈ(Shanghai)માં આર્થિક પ્રવૃતિઓ ઠપ થઈ ગઈ છે. લોકડાઉન(Lockdown)ની સૌથી ખરાબ અસર શાંઘાઈ પોર્ટ(Shanghai Port) પર જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં માલવાહક જહાજો (Boat park in sea)પાર્ક કરેલા હોવાને કારણે પૂર્વ ચીન સમુદ્ર(China ocean)માં અઘોષિત ટ્રાફિક જામ(Traffic Jam) થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : ભૂંગળાને કારણે હિંદુત્વ બદનામ થઈ રહ્યું છેઃ શિવસેનાના આ નેતાએ કર્યો આરોપઃ કહ્યું ભૂંગળાને લઈને કેન્દ્ર નીતિ બનાવે. જાણો વિગતે

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી તસવીરો શાંઘાઈ બંદર(Shanghai port) પર જહાજોની હાજરી દર્શાવે છે. આ કારણે સમગ્ર પોર્ટ માલવાહક જહાજોની વધતી સંખ્યાથી ભરાઈ ગયું છે. બંદરથી કેટલાય કિલોમીટર દૂર ખુલ્લા દરિયામાં જહાજો પણ ઉભેલા જોવા મળે છે. માલસામાનના લોડિંગ અને અનલોડિંગની છૂટ ન મળવાને કારણે જહાજના ક્રૂ પણ દરિયામાં ફસાયેલા છે.

ઘણા જહાજો પર ખાવા-પીવા(food items)ની વસ્તુઓ અને રોજીંદી જરૂરિયાત(essential)ની વસ્તુઓની પણ અછત છે. આમ છતાં ચીન તેના કડક નિયમો(Strict rule)માં છૂટ આપવા તૈયાર નથી. આ જહાજોને ક્યારે પોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અથવા બંદર પર ઉભેલા જહાજોને ક્યારે બહાર જવા દેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version