Site icon

લક્ઝરી લાઈફ / દરરોજ 70 લાખ રૂપિયા ખર્ચ કરી દે છે આ યુવતી, ફક્ત બ્યૂટી માટે ખર્ચ કરે છે આટલા રૂપિયા

એક અમીર મહિલા છે જે દરરોજ શોપિંગ પર 70 લાખ રૂપિયા ખર્ચે છે.

This lady spends 70 lakh rupees every day, no less than Nawabs, she spends so much money only for beauty

લક્ઝરી લાઈફ / દરરોજ 70 લાખ રૂપિયા ખર્ચ કરી દે છે આ યુવતી, ફક્ત બ્યૂટી માટે ખર્ચ કરે છે આટલા રૂપિયા

 News Continuous Bureau | Mumbai

દુનિયામાં શ્રીમંતોની કમી નથી. દરેક શ્રીમંત વ્યક્તિ પોતાની જીવનશૈલી માટે ઘરથી લઈને કાર સુધી દરેક વસ્તુ પર ઘણા રૂપિયા ખર્ચે છે. જો તમને પૂછવામાં આવે કે અમીર લોકોનો રોજનો ખર્ચ કેટલો છે, તો તમારો જવાબ શું હશે. તમે કહેશો કે રોજના 2-3 લાખ રૂપિયા હશે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આવી એક અમીર મહિલા છે જે દરરોજ શોપિંગ પર 70 લાખ રૂપિયા ખર્ચે છે.

Join Our WhatsApp Community

ડેલી સ્ટારના એક અહેવાલ મુજબ, સૌદી નામની એક મહિલા પોતાના પતિના રૂપિયા પોતાના શોખ પૂરા કરવા માટે ખર્ચ કરે છે. સૌદી તેના પતિ સાથે દુબઈમાં રહે છે. સૌદીએ જણાવ્યું કે, અમે સામાન્ય રીતે જમાલ (તેના પતિના) મૂડને આધારે ખરીદી માટે £3,600 થી £72,000 (3.5 લાખ રૂપિયાથી 70 લાખ રૂપિયા) વચ્ચે ખર્ચ કરીએ છીએ. સૌદીએ જણાવ્યું કે, તેનો ફેવરિટ ડિઝાઈનર ડાયર છે અને તેના પતિની ડિઝાઈન હર્મેસ છે.

આ સમાચાર પણ વાંચો: ફાયદાની સ્કીમ / મોટી સંખ્યામાં મહિલાઓ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરી રહી છે ઈન્વેસ્ટ, રોકાણની રકમ પર મળશે 7.50% ચક્રવૃદ્ધિ વ્યાજ

હોલિડે પર શોપિંગ પર લાખો ખર્ચ કરે છે આ કપલ

સૌદીઓ ઘણીવાર તેમના વૈભવી જીવન અને મોંઘા રિસોર્ટ્સ અને ટાપુઓ પર જવાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે. સૌદીએ જણાવ્યું કે, તે દુબઈની એક અમીર ગૃહિણી છે અને ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. આ કપલને મેચિંગ કારનો ખૂબ શોખ છે અને જમાલે સૌદીને એક બર્કિન બેગ અને બે કાર પણ ગિફ્ટ કરી છે.

રિયલ લાઈફની વાત કરતા સૌદીએ જણાવ્યુ કે, તેને માત્ર ડિઝાઈનર કપડા અને બેગ પસંદ છે અને તે દરેક ટ્રીપ પર સરળતાથી 14-15 લાખ રૂપિયા ખર્ચે છે. તેની તાજેતરની એક ટ્રીપ, જે માલદીવની હતી તેનો ખર્ચ 12.78 લાખ રૂપિયા હતો. અમે બંને માલદીવને પ્રેમ કરીએ છીએ, અને અમે દર થોડા મહિને લંડન જઈએ છીએ. અમે હમણાં જ સેશેલ્સથી પાછા ફર્યા છીએ. અમે આગલી વખતે જાપાન જવા માંગીએ છીએ.

દરરોજ સરપ્રાઈઝવાળી લાઈફ

સૌદી અને જમાલ બંને પતિ-પત્ની લક્ઝરી લાઈફ જીવે છે. સૌદીએ જણાવ્યું કે, મને મેનિક્યોર ખૂબ જ પસંદ છે અને તેના માટે દર વખતે લગભગ 63,000 રૂપિયા ચૂકવે છે. મારા પતિ ઘણીવાર મને સરપ્રાઈઝ આપે છે. એકવાર જમાલે અમારા માટે £1,080 (આશરે 96,000 રૂપિયા)ના ખર્ચે એક રેસ્ટોરન્ટ બુક કરાવ્યું. તે હંમેશા મને ગિફ્ટ આપે છે.

સૌદીનો જન્મ સસેક્સમાં થયો હતો અને તેના પતિ જમાલ સાઉદી આરબના શ્રીમંત વ્યક્તિ છે. જ્યારે તે છ વર્ષની હતી ત્યારે તે દુબઈ ગઈ હતી અને દુબઈની એક યુનિવર્સિટીમાં તેના પતિને મળી હતી. ચાર વર્ષ પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને હવે તેમના લગ્નને 2 વર્ષ થઈ ગયા છે.

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version