Site icon

બન્યો નવો રેકોર્ડ, યુકેમાં ટીપુ સુલતાનની તલવાર અધધ આટલા કરોડમાં વેચાઈ, હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની

. આ તલવાર ટીપુ સુલતાનના ખાનગી રૂમમાંથી મળી આવી હતી. આ તલવાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના દ્વારા મેજર જનરલ ડેવિડ બેર્ડને આપવામાં આવી હતી.

Tipu Sultan's sword breaks record as it sold for 148 crores at London's auction

બન્યો નવો રેકોર્ડ, યુકેમાં ટીપુ સુલતાનની તલવાર અધધ આટલા કરોડમાં વેચાઈ, હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની

 News Continuous Bureau | Mumbai

18મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનની તલવારની બ્રિટનમાં રેકોર્ડ હરાજી થઈ છે. ટીપુ સુલતાનની આ તલવાર 1.4 કરોડ પાઉન્ડ એટલે ભારતીય કરન્સીમાં લગભગ 140 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. મ આ તલવાર હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે. ટીપુ સુલતાન 1782 થી 1799 સુધી શાસન કર્યું. આ તલવાર ટીપુ સુલતાનના ખાનગી રૂમમાંથી મળી આવી હતી. આ તલવાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના દ્વારા મેજર જનરલ ડેવિડ બેર્ડને આપવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ કહેવામાં આવે છે.

હરાજીનું આયોજન કરનાર બોનહેમ્સે કહ્યું કે આ તલવાર અપેક્ષા કરતા અનેકગણી વધુ કિંમતથી વેચાઈ છે.    ટીપુ સુલતાન સાથે જોડાયેલા તમામ હથિયારોમાં આ તલવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીપુ સુલતાનનો તેની સાથે ઊંડો સંબંધ હતો. ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ એટલે કે શક્તિનું પ્રતીક કહેવામાં આવે છે. આ તલવાન સ્ટીલની બનેલી છે અને તેના પર સોનાની ઉત્કૃષ્ટ કોતરણી છે. 

ટીપુ સુલતાનની તલવાર 18મી સદીમાં બની હતી

ટીપુ સુલતાનની આ તલવાર સ્ટીલની બનેલી છે અને સુંદર રીતે સોનાથી કોતરેલી છે. ટીપુ સુલતાનની આ તલવાર 18મી સદીમાં બની હતી. સોળમી સદીમાં મુઘલ તલવાર નિર્માતાઓ દ્વારા ભારતમાં રજૂ કરાયેલા જર્મન બ્લેડ બાદ આનું મોડેલિંગ કરવામાં આવ્યું હતું. શિલ્પકારો દ્વારા તલવારની હિલ્ટને સુંદર રીતે સોનામાં કોતરવામાં આવી છે. અંગ્રેજો આ તલવાર પોતાની સાથે લઈ ગયા.  

આ સમાચાર પણ વાંચો : ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખ.. ફોકટમાં ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી રેલવેએ એક વર્ષમાં વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ

ટીપુ સુલતાનને ‘મૈસૂરનો સિંહ’ કહેવામાં આવે છે.

ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા જનરલ ડેવિડ બેર્ડનને હુમલામાં તેમની હિંમત અને આચરણ માટે તેમના ઉચ્ચ સન્માનના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ‘મૈસૂરના સિંહ’ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનનું મોત થયું હતું. આ હુમલો મે 1799માં થયો હતો. ઇસ્લામિક અને ભારતીય કલાના ગ્રુપ હેડ નીમા સાગરચીએ જણાવ્યું હતું કે તલવારનો અસાધારણ ઇતિહાસ અને અનોખી કારીગરી છે. ગ્રૂપના ચેરમેને કહ્યું કે બે લોકોએ ફોન પર બોલી લગાવી જ્યારે એક વ્યક્તિએ રૂમમાં બોલી લગાવી અને તેમની વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ.

Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
US Work Permit: યુએસએ ફરી આપ્યો આંચકો, પ્રવાસીઓના વર્ક પરમિટને લઈને કર્યો આવો ફેરફાર, ભારતીયો પર પણ થશે અસર
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Exit mobile version