News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં ચાલી રહેલી વડાપ્રધાન ની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે એક મહત્વપૂર્ણ પગથિયું પાર કરી લીધું છે.
અંતિમ રાઉન્ડમાં ઋષિના ખાતામાં 137 મત અને લીઝ ટ્રસના ખાતામાં ૧૧૩ વોટ પડયા છે.
આ સાથે જ વડાપ્રધાન રેસ હવે ફક્ત ઋષિ સુનક અને ટ્રસની વચ્ચે થશે.
હવે પ્રચારનો તબક્કો શરૂ થશે અને બંને નેતાઓ પક્ષની સમક્ષ વોટની અપીલ કરશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અંતિમ તબક્કામાં જોરદાર ટક્કર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની મળી કમાન- આટલા સાસંદોના મત સાથે બન્યા દેશના 8માં રાષ્ટ્રપતિ-જાણો વિગતે
