ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
કોરોના મહામારીએ યુરોપને ભરડામાં લીધું છે. બ્રિટન પછી હવે ફ્રાન્સમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો જોવા મળ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ફ્રાન્સમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 104,611 નવા કેસ નોંધાયા છે, જે સતત ત્રીજા દિવસે રેકોર્ડ સંખ્યા છે.
ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 લાખ 88 હજાર 371 પર પહોંચી ગઈ છે.
લ્યો બોલો, શશી થરુરને કોંગ્રેસ પાર્ટીએજ ધમકી આપી. કહ્યું હદ માં રહો નહીં તો… જાણો વિગતે…
