Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ

Donald Trump Family Conflict: ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ઘરેથી જ મળ્યો ઝટકો; મેલાનિયા ટ્રમ્પે જેફ્રી એપસ્ટાઈન કેસમાં પીડિતોની સુનાવણીની માંગ કરી, અમેરિકાના રાજકારણમાં ખળભળાટ.

Trouble at home for Trump: Melania Trump makes shocking demands regarding Epstein files amid Iran conflict.

Trouble at home for Trump: Melania Trump makes shocking demands regarding Epstein files amid Iran conflict.

News Continuous Bureau | Mumbai

Donald Trump Family Conflict:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચારેબાજુથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એકતરફ ઈરાન સાથેના યુદ્ધ અને તેના આર્થિક પરિણામોને કારણે વિશ્વ સ્તરે તેમની ટીકા થઈ રહી છે, ત્યારે હવે તેમને ઘરના આંગણેથી જ મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે વર્ષો જૂના અને વિવાદાસ્પદ ‘જેફ્રી એપસ્ટાઈન ફાઈલ્સ’ ના કેસને ફરીથી ઉખેડીને અમેરિકામાં રાજકીય ખળભળાટ મચાવી દીધો છે.મળતી માહિતી મુજબ, મેલાનિયા ટ્રમ્પે જેફ્રી એપસ્ટાઈન કેસમાં પીડિતોની નવેસરથી સુનાવણી કરવાની માંગ કરી છે. આ કેસમાં અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઉછળતું રહ્યું છે, ત્યારે પત્ની દ્વારા જ કરવામાં આવેલી આ માંગ ટ્રમ્પ માટે ગંભીર કાયદાકીય અને કૌટુંબિક સમસ્યાઓ ઉભી કરી શકે છે.

Join Our WhatsApp Channel

એપસ્ટાઈન ફાઈલ્સ અને મેલાનિયાનો ખુલાસો

૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મેલાનિયા ટ્રમ્પે એક નિવેદન જારી કરીને જેફ્રી એપસ્ટાઈન સાથે સંબંધિત તમામ અફવાઓ અને ખોટા અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અફવાઓ દ્વારા તેમનું નામ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે તાત્કાલિક બંધ થવો જોઈએ. જોકે, તેમણે આ કેસમાં પીડિતોને ન્યાય મળે અને તેમની સુનાવણી થાય તેવી આક્રમક માંગ પણ કરી છે, જે સીધો સંકેત આપે છે કે ટ્રમ્પ પરિવારમાં બધું બરાબર નથી.

આ સમાચાર પણ વાંચો:  Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો

ઈરાન યુદ્ધમાં ટ્રમ્પ એકલા પડ્યા

વૈશ્વિક સ્તરે પણ ટ્રમ્પની હાલત કફોડી છે. ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાની મદદ માટે કોઈ પણ મોટો દેશ આગળ આવ્યો નથી. અંતે પાકિસ્તાનની મધ્યસ્થતા દ્વારા યુદ્ધવિરામનો માર્ગ કાઢવો પડ્યો છે. હોર્મુઝની સામુદ્રધૂની બંધ હોવાને કારણે અમેરિકા પર ભારે દબાણ છે, જેના કારણે ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે. અમેરિકાની જનતા પણ હવે આ યુદ્ધનો વિરોધ કરી રહી છે.

 યુદ્ધવિરામ બેઠક અને ઘરેલુ મુશ્કેલીઓ

એક તરફ જ્યારે યુદ્ધવિરામ માટે મહત્વની બેઠકો ચાલી રહી છે, ત્યારે મેલાનિયા ટ્રમ્પનું આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં બેવડો વધારો કરશે. જેફ્રી એપસ્ટાઈન (જે હવે મૃત્યુ પામ્યો છે) ના સેક્સ સ્કેન્ડલમાં જો ઊંડી તપાસ થશે, તો ટ્રમ્પની રાજકીય કારકિર્દી અને તેમની છબીને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન પહોંચવાની શક્યતા છે.

China’s Space Achievement ચીનનો અવકાશમાં મોટો પરાક્રમ, એક વિશાળ રોકેટ દરિયામાં સુરક્ષિત રીતે લેન્ડ થયું, આવું કરનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ
PM Modi Australia Visit ઓસ્ટ્રેલિયન અખબારોના પહેલા પાના પર ‘મિસ્ટર ઇન્ડિયા’ મીડિયાએ PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું હતી હેડલાઇન?
RussiaIndia Oil Trade મિત્રતા પર સવાલ પાકિસ્તાનચીન પણ ન કરે તેવી રશિયાની ચાલ, ભારતને પ્રીમિયમ ભાવે તેલ વેચી કર્યો મોટો ખેલ
Social Media Ban For Kids શું ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા BAN થશે? PMએ કરી ઓસ્ટ્રેલિયાના કાયદાની પ્રશંસા
Exit mobile version