અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જતા જતા ચીનને વધુ એક ઝટકો આપ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની કંપનીઓમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની શાઓમી અને વિમાન નિર્માતા કંપની કનોક સહિત અન્ય 9 કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે.
આ કંપનીઓથી રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હોવાથી આ કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવી છે.
આ અગાઉ ડિસેમ્બર 2020 માં યુએસ સરકારે 60 ચાઇનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી.
