Site icon

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઘોષણા: અમેરિકામાં EVM સાથે આ વસ્તુ થશે બંધ

Donald Trump: ટ્રમ્પે દાવો કર્યો કે આ મશીનો અને પ્રક્રિયાઓ ખર્ચાળ, અચોક્કસ અને ગંભીર વિવાદાસ્પદ છે.

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઘોષણા અમેરિકામાં EVM સાથે આ વસ્તુ થશે બંધ

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઘોષણા અમેરિકામાં EVM સાથે આ વસ્તુ થશે બંધ

News Continuous Bureau | Mumbai    

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ દેશમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને પોસ્ટલ મતદાન બંધ કરવા માટે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે આ માટે 2026ની મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં જ એક આદેશ જારી કરવાની વાત કહી છે. તેમણે “ટ્રુથ સોશિયલ” પ્લેટફોર્મ પર એક સંદેશ દ્વારા આ ઘોષણા કરી, જેમાં તેમણે આ પ્રક્રિયાઓને “ખર્ચાળ, અચોક્કસ અને ગંભીર રીતે વિવાદાસ્પદ” ગણાવી.

Join Our WhatsApp Community

વોટરમાર્ક પેપર વોટિંગ નો પક્ષ

ટ્રમ્પે પોતાના સંદેશમાં વોટરમાર્ક પેપર પર મતદાનનો પક્ષ લીધો. તેમણે દાવો કર્યો કે વોટરમાર્ક પેપર EVM કરતાં દસ ગણા સસ્તા છે અને તેના પરિણામો વધુ સચોટ અને ઝડપી હોય છે. તેમના મતે, આ પદ્ધતિથી ચૂંટણીના પરિણામો પર કોઈ શંકા રહેતી નથી. ટ્રમ્પે કહ્યું કે દેશનું અસ્તિત્વ નિષ્પક્ષ અને પ્રામાણિક ચૂંટણીઓ પર આધાર રાખે છે અને હાલની મતદાન પદ્ધતિઓ એક “સંકટ” છે જેને તાત્કાલિક સમાપ્ત કરવું જોઈએ.

પોસ્ટલ મતપત્રિકાઓ અને ટ્રમ્પ નો વિરોધાભાસ

ટ્રમ્પે હંમેશા પોસ્ટલ મતપત્રિકાઓનો વિરોધ કર્યો છે અને તેમને છેતરપિંડીનું મુખ્ય કારણ ગણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે ભૂતકાળમાં, ટ્રમ્પે પોતે અને તેમના પરિવારે પોસ્ટલ મતદાનનો ઉપયોગ કર્યો છે. 2024ની ચૂંટણી માટે પણ તેમણે પોતાના સમર્થકોને પોસ્ટલ મતદાન કરવા અપીલ કરી હતી. તેમનો આ વિરોધાભાસ રાજકીય નિરીક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Gilbert Mendonsa: મિરા-ભાઈંદરના પહેલા ધારાસભ્ય ગિલબર્ટ જોન મેન્ડોન્સા નું અવસાન, રાજકારણમાં આટલા સમય થી રહ્યા હતા સક્રિય

વિદેશી નેતાઓ સાથેની વાતચીત

તાજેતરમાં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની બેઠક પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે પુતિન પણ પોસ્ટલ મતદાનને નિષ્પક્ષ ચૂંટણી માટે અવરોધ માને છે. જોકે, આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ટ્રમ્પે પુતિનના આ નિવેદનની પ્રશંસા કરી હતી. આ બાબત તેમના વિરોધપક્ષને ટીકા કરવાનો મોકો આપી રહી છે.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version