Site icon News Continuous Bureau | Mumbai

Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..

Trump Ban Anthropic AI 2026: પેન્ટાગોને એન્થ્રોપિકને ‘સપ્લાય-ચેઈન રિસ્ક’ જાહેર કર્યું; ૬ મહિનામાં સેવાઓ બીજા પ્રોવાઈડરને સોંપવા આદેશ, એલોન મસ્કની ‘ગ્રોક’ (Grok) ને થઈ શકે છે મોટો ફાયદો.

Trump Bans Anthropic AI for Federal Agencies After Pentagon Clash; Grok Poised to Benefit as Military Tech Ties Shift.

Trump Bans Anthropic AI for Federal Agencies After Pentagon Clash; Grok Poised to Benefit as Military Tech Ties Shift.

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે અમેરિકી સરકારની કોઈપણ ફેડરલ એજન્સી હવે એન્થ્રોપિકની ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમને તેની જરૂર નથી, અમે તેને નથી ઈચ્છતા અને અમે તેમની સાથે ફરીથી બિઝનેસ નહીં કરીએ!” આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય) એ એન્થ્રોપિકના ચેટબોટના ઉપયોગમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો વગરની છૂટ માંગી હતી. જોકે, એન્થ્રોપિકે મોટા પાયે દેખરેખ અને સ્વાયત્ત હથિયારો ના ઉપયોગ પર મર્યાદા રાખવાનો આગ્રહ રાખ્યો હતો. કંપનીના આ AI સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ પેન્ટાગોનને માન્ય નહોતા, જેને કારણે ટકરાવ વધ્યો હતો.

Join Our WhatsApp Channel

પેન્ટાગોનનો સખત વલણ અને ૬ મહિનાનું અલ્ટીમેટમ

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એન્થ્રોપિકને સપ્લાય-ચેઈન રિસ્ક તરીકે વર્ગીકૃત કર્યું છે. તેમણે પેન્ટાગોનના કોન્ટ્રાક્ટરો અને ભાગીદારોને એન્થ્રોપિક સાથેની કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિ રોકવાનો આદેશ આપ્યો છે. હેગસેથે ‘એક્સ’ (X) પર પોસ્ટ કર્યું કે, “અમેરિકાના લડવૈયાઓ ક્યારેય બિગ ટેક ની વિચારધારાના બંધક નહીં બને.” એન્થ્રોપિકને તેની સેવાઓ બીજા પ્રોવાઈડરને ટ્રાન્સફર કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ

કોને થશે ફાયદો?

એન્થ્રોપિક પરના આ પ્રતિબંધથી એલોન મસ્કની AI કંપની ગ્રોક (Grok) ને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે. પેન્ટાગોન પહેલાથી જ ગ્રોકને ક્લાસિફાઈડ મિલિટરી નેટવર્કનો એક્સેસ આપવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપરાંત, ગૂગલ અને ઓપનAI (OpenAI) જેવી કંપનીઓ માટે પણ આ એક ચેતવણી સમાન છે, જેઓ અત્યારે મિલિટરીને AI ટુલ્સ સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ ધરાવે છે. હવે આ કંપનીઓએ સરકારની જરૂરિયાતો મુજબ પોતાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સમાં ફેરફાર કરવા પડી શકે છે.

એન્થ્રોપિક આપશે કોર્ટમાં પડકાર

બીજી તરફ, એન્થ્રોપિકે સરકારના આ નિર્ણય સામે લડવાની તૈયારી બતાવી છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ પેન્ટાગોનના ‘સપ્લાય-ચેઈન રિસ્ક’ તરીકેના વર્ગીકરણને કોર્ટમાં પડકારશે. એન્થ્રોપિકનું માનવું છે કે AI ના સુરક્ષિત અને નૈતિક ઉપયોગમાટેની તેમની નીતિઓ યોગ્ય છે અને તેના કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

 

China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
US Destroys Iranian Surveillance Vessel ઈરાનનું સર્વેલન્સ જહાજ જોતાં જ ભડક્યું અમેરિકા મિસાઇલથી ઉડાવી દીધું જાસૂસી વહાણ, જુઓ VIDEO
Cargo Ship Sinks In Strait Of Hormuz હોર્મુઝ સ્ટ્રેટમાં નેવલ માઇન સાથે અથડાયા બાદ માલવાહક જહાજ ડૂબ્યું દરિયામાં તરતા જોવા મળ્યા iPhone અને લક્ઝરી પરફ્યુમ
Exit mobile version