News Continuous Bureau | Mumbai
Trump Boasts Again: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની વિદેશ અને આર્થિક નીતિઓના વખાણ કરતા દાવો કર્યો છે કે તેમણે માત્ર 10 મહિનામાં 8 યુદ્ધો અટકાવ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમના માટે ‘ટેરિફ’ (Tariff) અંગ્રેજી ભાષાનો સૌથી પ્રિય શબ્દ છે અને આ જ ટેરિફના કારણે તેઓ વિશ્વમાં શાંતિ સ્થાપવામાં સફળ રહ્યા છે. જોકે, અમેરિકામાં વધતી મોંઘવારી અને તેમની ઘટતી રેટિંગ વચ્ચે આ નિવેદન ચર્ચામાં આવ્યું છે.
યુદ્ધ રોકવાનો અને શાંતિ સ્થાપવાનો દાવો
ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે અમેરિકાની તાકાત ફરી સ્થાપિત કરી છે.ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમણે 10 મહિનામાં 8 મોટા યુદ્ધો ખતમ કર્યા છે અને ઈરાનના પરમાણુ જોખમને પણ ડામી દીધું છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં ગાઝામાં યુદ્ધ રોકીને 3,000 વર્ષોમાં પ્રથમ વખત શાંતિ લાવી છે અને બંધકોને પરત લાવવામાં સફળતા મેળવી છે.”
આ સમાચાર પણ વાંચો : Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
‘ટેરિફ’ – ટ્રમ્પનો ફેવરિટ શબ્દ
ટ્રમ્પની આર્થિક નીતિઓનો મુખ્ય આધાર ટેરિફ (આયાત શુલ્ક) રહ્યો છે:
આર્થિક લાભ: ટ્રમ્પે ભારત, કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ જેવા દેશો પર લગાવેલા ટેરિફનો બચાવ કરતા કહ્યું કે તેનાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટી મદદ મળી છે.
કમાણી: “અમે ટેરિફના કારણે ધાર્યા કરતા પણ વધુ પૈસા કમાયા છે,” તેમ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું.
મોંઘવારી અને ઘટતી લોકપ્રિયતા
એક તરફ ટ્રમ્પ પોતાની આર્થિક નીતિઓને સફળ ગણાવે છે, તો બીજી તરફ જનતામાં અસંતોષ જોવા મળી રહ્યો છે.અમેરિકામાં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, તેમ છતાં ટ્રમ્પે મોંઘવારીના મુદ્દાને નજરઅંદાજ કર્યો હતો. ‘રોયટર્સ/ઈપ્સોસ’ના નવા પોલ મુજબ, માત્ર 33 ટકા અમેરિકન યુવાનો જ ટ્રમ્પની આર્થિક નીતિઓથી સંતુષ્ટ છે.પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે વર્ષ 2026 માટેનો રોડમેપ પણ રજૂ કર્યો હતો. તેમણે ઈમિગ્રેશન (ઘૂસણખોરી), મોંઘવારી અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર અગાઉની ડેમોક્રેટ સરકારને જવાબદાર ઠેરવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ આગામી વર્ષોમાં અમેરિકાને વધુ મજબૂત બનાવવા માટે કડક આર્થિક પગલાં લેવાનું ચાલુ રાખશે.
