Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Speech: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનની સૈન્ય શક્તિ તોડી પાડી, હુમલા હજી ચાલુ રહેશે.

Donald Trump Speech: “અમેરિકાને હવે હોર્મુઝની જરૂર નથી” - ટ્રમ્પનું આક્રમક વલણ; ઈરાનમાં સત્તા પરિવર્તન અને પરમાણુ લક્ષ્યો હાંસલ કર્યા હોવાનો દાવો.

Trump claims 'Decisive Victory' over Iran: Announces mission accomplished but vows 2-3 weeks of intensified strikes.

Trump claims 'Decisive Victory' over Iran: Announces mission accomplished but vows 2-3 weeks of intensified strikes.

News Continuous Bureau | Mumbai
Donald Trump Speech: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં મધ્ય-પૂર્વના યુદ્ધને લઈને અત્યંત મહત્વના ખુલાસા કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ અંતર્ગત ઈરાનની સૈન્ય તાકાતને સંપૂર્ણપણે તોડી પાડી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જંગ હજુ પુરી થઇ નથી અને આગામી 2 થી 3 અઠવાડિયા સુધી ઈરાન પર હુમલા વધુ તેજ કરવામાં આવશે.

“ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતા હવે ટુકડાઓમાં”

ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા 4 અઠવાડિયામાં અમેરિકી સેનાએ એવી જીત મેળવી છે જે ઈતિહાસમાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. તેમણે કહ્યું, “આજે રાત્રે ઈરાનની નૌસેના અને વાયુસેના ખતમ થઈ ચૂકી છે. તેમના મોટાભાગના નેતાઓ માર્યા ગયા છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પરનું તેમનું નિયંત્રણ ધ્વસ્ત થઈ ગયું છે.” ટ્રમ્પના મતે ઈરાનની હથિયારો બનાવવાની ફેક્ટરીઓ અને રોકેટ લોન્ચર્સ અત્યારે કાટમાળમાં ફેરવાઈ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War: ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયેલ પર મિસાઈલો છોડાતા વૈશ્વિક તણાવ ચરમસીમાએ.

હોર્મુઝ સ્ટ્રેટ અને અમેરિકાની તેલ રણનીતિ

વિશ્વભરના એક્સપર્ટ્સ માની રહ્યા હતા કે ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે કોઈ રોડમેપ આપશે, પરંતુ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે કહ્યું કે, “અમને હવે હોર્મુઝની જરૂર નથી.” તેમણે ઈરાન પર પરમાણુ હથિયાર બનાવવાના પ્રયાસોનો આરોપ લગાવતા કહ્યું કે અમેરિકાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને ઈરાન હવે પરમાણુ શક્તિ બની શકશે નહીં. ટ્રમ્પે સંકેત આપ્યો કે 2-3 અઠવાડિયામાં અમેરિકા આ જંગમાંથી બહાર નીકળી જશે, જેનાથી તેલ અને ગેસના ભાવમાં ઘટાડો થશે.

શું ટ્રમ્પ ખરેખર બેકફૂટ પર છે? વિશ્લેષકોનો મત

ટ્રમ્પના આ આત્મવિશ્વાસભર્યા નિવેદન પાછળ કેટલાક પડકારો પણ છુપાયેલા છે. વિશ્લેષકોના મતે અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને માઈનસ 17 પર પહોંચી ગઈ છે અને ત્યાં ઈંધણના ભાવ આસમાને છે. નાટો (NATO) દેશોએ પણ અમેરિકાનો સાથ છોડી દીધો છે. ઈરાનમાં અયાતુલ્લા અલી ખામેનેઈ બાદ તેમના પુત્ર મુજ્તબા ખામેનેઈએ સત્તા સંભાળી લીધી છે અને ત્યાં કોઈ જનવિદ્રોહ જોવા મળ્યો નથી. આ સ્થિતિમાં ટ્રમ્પનું 2-3 અઠવાડિયામાં યુદ્ધ ખતમ કરવાનું નિવેદન વ્યૂહાત્મક પીછેહઠ પણ હોઈ શકે છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version