Site icon News Continuous Bureau | Mumbai

Trump Iran Row Over Indian Ships ઈરાનનો સનસનાટીપૂર્ણ દાવો! ‘ભારતીય નાગરિકોની હત્યા પાછળ અમેરિકાનો હાથ’, ટ્રમ્પના આરોપો ફગાવ્યા

Trump Iran Row Over Indian Ships હોર્મુઝ સ્ટ્રેટ વિવાદમાં તેહરાનનો પલટવાર નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસે અમેરિકાને ઘેર્યું, ભારતીય નાવિકોના મોત પરથી ધ્યાન ભટકાવવા ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર કરી ફેક પોસ્ટ

Trump Iran Row Over Indian Ships ઈરાનનો સનસનાટીપૂર્ણ દાવો! 'ભારતીય નાગરિકોની હત્યા પાછળ અમેરિકાનો હાથ', ટ્રમ્પના આરોપો ફગાવ્યા

Trump Iran Row Over Indian Ships ઈરાનનો સનસનાટીપૂર્ણ દાવો! 'ભારતીય નાગરિકોની હત્યા પાછળ અમેરિકાનો હાથ', ટ્રમ્પના આરોપો ફગાવ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Trump Iran Row Over Indian Ships હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વેપારી જહાજો પર થયેલા હુમલા અને ત્રણ ભારતીય નાવિકોના મોતને લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો સામે ઈરાને અત્યંત તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતમાં આવેલા ઈરાની દૂતાવાસે (Embassy of Iran in India) ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને સંપૂર્ણપણે ‘પાયાવિહોણા’ અને જુઠ્ઠા ગણાવ્યા છે. ઈરાનનો વળતો દાવો છે કે અમેરિકા પોતાના પાપ છુપાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યું છે.

Trump Iran Row Over Indian Ships – ભારતમાં ઈરાની દૂતાવાસે ‘એક્સ’ પર કરી સત્તાવાર સ્પષ્ટતા, અમેરિકાને ગણાવ્યું ક્રૂર

ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક સત્તાવાર લાંબુ નિવેદન જારી કરીને ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) આરોપોને સરેઆમ ફગાવી દીધા છે. દૂતાવાસે જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજને લઈને ટ્રમ્પનો દાવો સંપૂર્ણપણે નિરાધાર છે. વાસ્તવમાં, આ અમેરિકાની એક સુનિયોજિત ચાલ છે, જેથી તાજેતરમાં જ અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાઓ પરથી વિશ્વનું ધ્યાન હટાવી શકાય, જેમાં ત્રણ નિર્દોષ ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઈરાની દૂતાવાસે અમેરિકી સૈન્યની આ કાર્યવાહીને ‘ક્રૂર’ અને ‘શર્મનાક’ ગણાવીને તેની આકરી નિંદા કરી છે.

Trump Iran Row Over Indian Ships – ૧ અઠવાડિયામાં ૩ ભારતીય જહાજો પર અમેરિકાએ કર્યો હુમલો, ઈરાની વિદેશ મંત્રાલયનો ગંભીર આરોપ

આ વિવાદમાં કૂદી પડતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ (Esmaeil Baghaei) પણ વોશિંગ્ટન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સત્તાવાર મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે, અમેરિકી સેનાએ છેલ્લા એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ખાડી વિસ્તારમાં ભારતીય નાવિકો ધરાવતા ૩ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં ત્રણ નિર્દોષ ભારતીય નાગરિકોના દર્દનાક મોત થયા છે. ઈરાને અમેરિકાની આ હરકતને ‘રાજ્ય પ્રાયોજિત સમુદ્રી ચાંચિયાગીરી’ (State-Sponsored Maritime Piracy) અને ‘સશસ્ત્ર લૂંટ’ સમાન ગણાવી છે. ઇસ્માઇલે આ હુમલામાં માર્યા ગયેલા ભારતીય નાવિકો (આદિત્ય શર્મા, શિવઆનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશ) ના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી છે.

Trump Iran Row Over Indian Ships – અમેરિકાની દાદાગીરી સામે આંતરરાષ્ટ્રીય સમુદાય એક્શન લે, ખાડીમાં યુદ્ધ જેવી સ્થિતિ

ઈરાને વૈશ્વિક મંચ પર આ મુદ્દો ઉઠાવતા સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગ કરી છે કે અમેરિકાની આ મનસ્વી અને ગેરકાનૂની સૈન્ય કાર્યવાહી સામે કડક પગલાં લેવામાં આવે. ઈરાનના મતે અમેરિકાનું આ વલણ વૈશ્વિક શાંતિ, સમુદ્રી સુરક્ષા (Maritime Security) અને નેવિગેશનની સ્વતંત્રતા માટે મોટો ખતરો બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ઈરાને ભારતીય જહાજો પર ડ્રોન એટેક કર્યો હતો, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય નાવિકોના મોત બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ફોન કરીને કડો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે અમેરિકા-ઈરાનના આ પરસ્પર આરોપ-પ્રત્યારોપને કારણે પર્શિયન ખાડીમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
US Ban Anthropic AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્શન આ ટોચની કંપનીની એડવાન્સ AI સર્વિસ દુનિયાભરના યુઝર્સ માટે થઈ બંધ

Houthis BabelMandeb transit fee plan હૂતી વિદ્રોહીઓનો નવો પેંતરો? લાલ સમુદ્રમાં જહાજો પાસેથી ‘ટ્રાન્ઝિટ ફી’ વસૂલવા પર વિચાર.
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Exit mobile version