Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પનો ગુસ્સો: ‘અમે રક્ષણ આપ્યું અને આજે તેઓ જ સામે થયા’; પશ્ચિમી દેશો વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન.

Donald Trump: જર્મની, સ્પેન અને ઈટાલીએ હોર્મુઝમાં જહાજો મોકલવાની પાડી ના: ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી કાઢ્યો ભડાકો, ઈઝરાયેલે હજુ ત્રણ અઠવાડિયા યુદ્ધ ચાલુ રાખવાની કરી જાહેરાત.

Trump Slams Western Allies Over Hormuz Crisis Accuses Germany, Italy, and Spain of Ingratitude for Refusing Military Support

Trump Slams Western Allies Over Hormuz Crisis Accuses Germany, Italy, and Spain of Ingratitude for Refusing Military Support

News Continuous Bureau | Mumbai

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 18મા દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત નિરાશ અને નારાજ જોવા મળ્યા છે. હોર્મુઝની સામુદ્રધુની, જ્યાંથી વિશ્વનો 20% તેલ પુરવઠો પસાર થાય છે, તેને ખુલ્લી કરાવવા માટે ટ્રમ્પે અનેક દેશો પાસે સૈન્ય મદદ માંગી હતી. જોકે, જર્મની, સ્પેન અને ઈટાલી જેવા અમેરિકાના વર્ષો જૂના સાથી દેશોએ આ મિશનમાં જોડાવાનો સાફ ઈનકાર કરી દીધો છે.ઈરાને ડ્રોન અને દરિયાઈ સુરંગો દ્વારા આ મહત્વના માર્ગને લગભગ ઠપ કરી દીધો છે. ટ્રમ્પની અપીલને ફગાવતા પશ્ચિમી દેશોના વલણથી અમેરિકા હવે આ મોરચે એકલું પડતું દેખાઈ રહ્યું છે.

Join Our WhatsApp Channel

જર્મનીએ કેમ પાડી ના? ચાન્સેલરનું કડક વલણ

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જે બર્લિનમાં સ્પષ્ટ કર્યું કે તેમની પાસે સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન કે નાટો તરફથી આવું કોઈ સમર્થન કે આદેશ નથી કે જેના આધારે તેઓ જહાજ મોકલી શકે. મર્જે વધુમાં ટોણો મારતા કહ્યું કે, “યુદ્ધ શરૂ કરતા પહેલા અમેરિકા અને ઈઝરાયેલે જર્મની સાથે કોઈ સલાહ-મસલત કરી નહોતી.” જર્મનીના આ વલણને ટ્રમ્પ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Afghanistan-Pakistan War Escalates: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લોહિયાળ જંગ: કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાની વાયુસેનાનો બોમ્બમારો, 400 લોકોના મોતના દાવાથી હાહાકાર

‘એક્સાઈટમેન્ટનો લેવલ મહત્વનો છે’ – ટ્રમ્પનો પ્રહાર

પશ્ચિમી દેશોના અસહકાર પર ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પોતાની નારાજગી ઠાલવતા કહ્યું કે, “આ એ દેશો છે જેમને અમે વર્ષો સુધી ખતરનાક બાહ્ય જોખમોથી બચાવ્યા છે, પરંતુ આજે જ્યારે મદદની જરૂર છે ત્યારે તેઓ ઉત્સાહિત નથી. મારા માટે ‘એક્સાઈટમેન્ટ’ નું સ્તર ખૂબ મહત્વનું છે.” ટ્રમ્પે પરોક્ષ રીતે સાથી દેશોને અહેસાનફરામોશ ગણાવ્યા છે.

ઈઝરાયેલનો ‘લોન્ગ ટર્મ’ પ્લાન અને યુદ્ધનો અંત

એકબાજુ ટ્રમ્પ કહી રહ્યા છે કે તેઓ ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં ખતમ કરી દેશે, તો બીજી બાજુ ઈઝરાયેલે જાહેરાત કરી છે કે તેમની પાસે હજુ ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી યુદ્ધ ચલાવવાનો પ્લાન તૈયાર છે. ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદાવ શોશાનીએ જણાવ્યું કે, “અમે ઈરાની શાસનને બને તેટલું નબળું પાડવા માંગીએ છીએ અને તેમની તમામ સુરક્ષા ક્ષમતાઓને નષ્ટ કરી દેવા માંગીએ છીએ.”

G7 Summit ભારતઅમેરિકા સંબંધોમાં નવો અધ્યાય પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આમનેસામને, જાણો શું હોઈ શકે છે એજન્ડા?
IranUS Nuclear Deal પરમાણુ ડીલ પહેલા જ ઈરાનને મળ્યા 9 અબજ ડોલર? અમેરિકાની દેખરેખ હેઠળ ફંડ અનફ્રીઝ
IranUS Peace Deal ઈરાનઅમેરિકા શાંતિ કરાર સામે ઈરાનમાં જ મોટો વિરોધ, તેહરાન અને મશહાદની સડકો પર ઉતરી ભીડ
Israel US Tension ઇઝરાયેલઅમેરિકા સંબંધોમાં તણાવ, ટ્રમ્પે નેતન્યાહુની યુદ્ધ નીતિની કરી આકરી ટીકા
Exit mobile version