Site icon

ટ્વિટર-ફેસબુક પર બૅન ડોનાલ્ડ ટ્રમ્પે ખુદની સોશિયલ મીડિયા કંપની માટે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, આ એપ લોન્ચ કરી તેને આપશે ટક્કર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

જેમ જેમ અમારી બેલેન્સ શીટ વધશે તેમ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ બિગ ટેક (ફેસબુક-ટિ્‌વટર) ના જુલમ સામે લડવા માટે વધુ મજબૂત સ્થિતિમાં હશે. ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં ટ્રૂથ સોશિયલ લોન્ચ કર્યું હતું. યોજનાની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે તે રાજકીય વિચારધારાના આધારે ભેદભાવ વિના સંવાદનો આધાર બનશે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપે આ પ્રોજેક્ટ પર ડિજિટલ વર્લ્‌ડ એક્વિઝિશન સાથે ભાગીદારી કરી છે. ટ્રમ્પની પેઢીએ જણાવ્યું હતું કે તેને સંસ્થાકીય રોકાણકારોના ગૃપ પાસેથી રૂ. ૧ બિલિયન મળ્યા છે. જાે કે આ રોકાણકારો કોણ છે તે તેમણે જણાવ્યું ન હતું. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા ફર્મની કિંમત હવે ૪ અબજ સુધી પહોંચી ગઈ છે. ઘણી વોલ સ્ટ્રીટ કંપનીઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નવા સાહસમાં રોકાણ કરવાનું ટાળ્યું છે. પરંતુ કેટલીક પારિવારિક રોકાણ કંપનીઓ અને શ્રીમંત વ્યક્તિઓએ મદદ કરી છે. જે સમયે તેને બ્લોક કરવામાં આવ્યો હતો તે સમયે ટ્રમ્પના ટિ્‌વટર પર ૮૯ મિલિયન, ફેસબુક પર ૩૩ મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર ૨૪.૫ મિલિયન ફોલોઅર્સ હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે વારંવાર સંકેત પણ આપ્યા છે કે તેઓ ૨૦૨૪માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સોશિયલ મીડિયા ફર્મે દાવો કર્યો છે કે તે સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલા રોકાણકારો પાસેથી ઇં૧ બિલિયન એટલે કે ૭૫ અબજ ૧૩ કરોડ ૪૬ લાખ ૫૫ હજાર ૫૦૦ રૂપિયા એકત્ર કરવા માટે સંમત થઈ છે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ આવતા વર્ષની શરૂઆતમાં ટ્રૂથ સોશિયલ નામની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ટ્રમ્પ પર આ વર્ષે જાન્યુઆરીથી ટિ્‌વટર અને ફેસબુક પર પ્રતિબંધ છે. ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રૂપે કહ્યું, એક અબજ ડોલર એકત્ર કરે છે તે સૂચવે છે કે સેન્સરશીપ અને રાજકીય ભેદભાવ સમાપ્ત થવો જાેઈએ.

ફૂલગુલાબી ઠંડી માણવા મુંબઇગરાંએ હજી થોડી રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આપ્યા સંકેત; જાણો વિગતે
 

Donald Trump Narcissism: શું ડોનાલ્ડ ટ્રમ્પ ‘આત્મમુગ્ધતા’ ના શિકાર છે? જાણો નિષ્ણાતોનું શું છે કહેવું
Shahbaz Sharif United Nations: સંયુક્ત રાષ્ટ્ર માં ભારતે પાકને બરાબરનું ધોઈ નાખ્યું, પેટલ ગહલોતે આ વાક્ય નો ઉપયોગ કરી આતંકવાદ પરના દંભને ખુલ્લો પાડ્યો
Shehbaz Sharif: યુએનજીએમાં આતંકવાદ પર સવાલ પૂછાતા અસહજ થયા શાહબાઝ શરીફ,પત્રકારના કટાક્ષ સામે મૌન
Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
Exit mobile version