Site icon

Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ

Trump Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે આ નીતિનો ઉલટો ફટકો અમેરિકાને જ પડી રહ્યો છે.

Donald Trump

Donald Trump

News Continuous Bureau | Mumbai

Trump Tariffs અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના ટેરિફની થઈ. અત્યાર સુધી, ટ્રમ્પે વિશ્વભરના વિવિધ દેશો પર મોટા પ્રમાણમાં ટેરિફ એટલે કે આયાત શુલ્ક લગાવ્યો છે.ટ્રમ્પે ભારત પર પણ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ દરમિયાન ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું હતું. તેઓ અમેરિકામાં આયાત થતી દવાઓ પર પણ 200 ટકા ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આવી સ્થિતિમાં હવે વિશ્વના 88 દેશોએ અમેરિકાને મુશ્કેલીમાં મુકવા માટે પગલાં ભર્યા છે અને તેનો ફટકો અમેરિકાને પડી રહ્યો છે. ઘણા દેશોએ અમેરિકાના ટેરિફને કારણે ટપાલ સેવા જ બંધ કરી દીધી છે. જેના કારણે અમેરિકન નાગરિકો પર તેની અસર જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

અમેરિકાને આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓમાં ફટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદીને હલચલ મચાવી દીધી હતી. તેમણે ભારત પર પણ પહેલા 25 ટકા અને પછી ફરી 25 ટકાનો ટેક્સ લગાવ્યો હતો. આ ફક્ત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દા પર અમેરિકાએ કર્યું હતું. જેના કારણે ભારત સહિત વિવિધ દેશોમાંથી થતા વેપાર પર તેની અસર પડી રહી છે.સૌથી મોટો ફટકો હવે અમેરિકા જતી આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ પર પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અમેરિકા જતી ટપાલ સેવા 80 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. આ માહિતી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા આપવામાં આવી છે. જેના કારણે અન્ય દેશોને જેટલું નુકસાન થઈ રહ્યું છે, તેટલી જ અમેરિકન નાગરિકો પર પણ અસર જોવા મળી રહી છે.

81 ટકાનો ઘટાડો અને ઉકેલનો પ્રયાસ

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે વિશ્વભરના 88 દેશોની ટપાલ સેવાઓ પ્રભાવિત થઈ છે. જેના કારણે આ દેશોમાંથી ટપાલ સેવાઓ અમુક સમય માટે અથવા કાયમ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. શરૂઆતમાં અમેરિકાએ નાની વસ્તુઓ પર છૂટ આપી હતી. પરંતુ 29 ઓગસ્ટથી ટ્રમ્પ સરકારે તમામ ટપાલ સેવાઓ પર ટેરિફ લાદવાની નીતિ અપનાવી. ટ્રમ્પે આવી જાહેરાત કરી. જેના કારણે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા ખોરવાઈ ગઈ.દરમિયાન, જર્મન ડ્યુશ પોસ્ટ, બ્રિટનની રોયલ મેલ અને બોસ્નિયા જેવા દેશોએ તેમની ટપાલ સેવાઓ બંધ કરી દીધી છે. આ દેશોની સાથે હર્ઝેગોવિનાએ પણ અમેરિકા જતા પાર્સલ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી અને જાપાન જેવા દેશોએ તો અમેરિકાને મોકલવામાં આવતા પાર્સલ પર પ્રતિબંધ જ લાદી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : Anant Ambani: બાપ્પા ની ભક્તિ માં લીન જોવા મળ્યા અનંત અંબાણી!લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રામાં હજારો ભક્તો સાથે ચાલતા જોવા મળ્યા

અમેરિકન નાગરિકો ને પડી મુશ્કેલી

યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 29 ઓગસ્ટ પહેલા ટપાલ સેવા સારી હતી, પરંતુ તે પછી તેમાં 81 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 88 દેશોના ટપાલ સંચાલકોએ જણાવ્યું છે કે જ્યાં સુધી ટેરિફ પર કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ અમેરિકાને ટપાલ સેવા નહીં આપે. આ કારણે હવે આંતરરાષ્ટ્રીય વેપારની સાથે ખાનગી ગ્રાહકોને પણ ફટકો પડી રહ્યો છે.દરમિયાન, આ નિર્ણયને કારણે અમેરિકન નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુપીયુના મહાનિર્દેશક માસાહિકો મેટોકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, યુપીયુ વિશ્વભરમાંથી અમેરિકામાં ટપાલ સેવા ફરીથી સુચારુ રૂપે શરૂ કરવા માટે ઝડપી તકનીકી ઉકેલો શોધી રહ્યું છે, પરંતુ નિયમિત ટપાલ સેવા ક્યારે શરૂ થશે તે હાલ કહી શકાય તેમ નથી.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version