Site icon

India-US Relations: ભારત પર ૫૦% ટેરિફ લગાવવું ટ્રમ્પ ને પડશે ભારે, આ રિપોર્ટ અનુસાર અમેરિકાનું અર્થતંત્ર પડી ભાંગશે

India-US Relations: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં ચેતવણી: ભારતીય વસ્તુઓ પરના ટેરિફથી અમેરિકામાં મોંઘવારી વધશે અને આર્થિક વૃદ્ધિને મોટો ફટકો પડશે.

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પ નો બદલાયો સૂર, ભારતે મોટો નિર્ણય લેતા જ બદલી ભાષા

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પ નો બદલાયો સૂર, ભારતે મોટો નિર્ણય લેતા જ બદલી ભાષા

News Continuous Bureau | Mumbai 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલા ૨૫ ટકાનો મૂળ ટેરિફ અને પછી રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે દંડ તરીકે ૨૫ ટકા એટલે કે કુલ ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફ આજે એટલે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે સવા નવ વાગ્યાથી ભારતીય વસ્તુઓ પર લાગુ થઈ ગયો છે. પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના એક અહેવાલ અનુસાર, આ પગલું ભરીને ટ્રમ્પે જાતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. ભારત પર ઊંચો ટેરિફ લાદવાનો નિર્ણય અમેરિકા પર જ ઊંધો પડી શકે છે અને તેનું અર્થતંત્ર ગંભીર મંદીમાં સરી શકે છે. આ પગલાથી જ્યાં એક તરફ મોંઘવારી વધશે, ત્યાં બીજી તરફ આર્થિક વૃદ્ધિને પણ મોટો ફટકો પડી શકે છે.

અમેરિકા માટે આત્મઘાતી નવા ટેરિફ

સમાચાર એજન્સી એ એસબીઆઈના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે નવા ટેરિફને કારણે અમેરિકાની જીડીપી વૃદ્ધિ ઘટીને ૪૦-૫૦ બેસિસ પોઈન્ટ સુધી જઈ શકે છે. આ ઉપરાંત, ડોલરના નબળા પડવાથી અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે મોંઘવારી પણ જબરદસ્ત વધશે. અમેરિકામાં જે ક્ષેત્રો સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ત્યાં તેની અસર સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે. એસબીઆઈના રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વનું ૨૦૨૬ માટેનો અનુમાનિત મોંઘવારી લક્ષ્યાંક ૨ ટકા છે, પરંતુ આ દર તેનાથી ઘણો વધારે રહેવાની શક્યતા છે. આનું મુખ્ય કારણ ટેરિફની અસર હોવાનું જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ganesh Chaturthi 2025: ઘરમાંથી આ અશુભ વસ્તુઓ ને તરત જ કાઢો બહાર, બની રહેશે બાપ્પાની કૃપા

કયા ક્ષેત્રોને થશે અસર?

અમેરિકા દ્વારા લગભગ ૪૫ અબજ ડોલરની ભારતીય વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવ્યો છે. આનાથી શ્રમ આધારિત ક્ષેત્રો જેવા કે કપડાં, રત્ન અને આભૂષણો વગેરે પર ખરાબ અસર પડી શકે છે. જોકે, દવાઓ, સ્ટીલ અને સ્માર્ટફોનને આ ટેરિફના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

વેપાર ખાધ વધશે: રિપોર્ટ

એસબીઆઈના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ૫૦ ટકાનો આ ટેરિફ ભારતના ૪૪ અબજ ડોલરની નિકાસ પર લાગુ રહે છે, તો નવી દિલ્હી સાથે વોશિંગ્ટનની વેપાર ખાધ વધી શકે છે. જોકે, અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે વેપારી વાતચીત દ્વારા પરસ્પર વિશ્વાસ ફરીથી સ્થાપિત થઈ શકે છે અને અમેરિકા સાથે નિકાસમાં વધારો પણ કરી શકાય છે.

Afghanistan-Pakistan: પાક.ના દિગ્ગજ નેતાઓને કાબુલનો કડક જવાબ: સંરક્ષણ મંત્રી અને ISI ચીફને વિઝા નહીં! અફઘાનિસ્તાન-પાક. સંબંધોમાં તિરાડ
Madagascar: નેપાળ બાદ આ દેશમાં Gen-Z યુવાનો રસ્તા પર, ઉગ્ર પ્રદર્શનો અને સત્તાપલટાના ડરથી રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
Donald Trump: પાકિસ્તાન ના વડાપ્રધાન શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા પીએમ મોદીના ભરપૂર વખાણ, વિડીયો થયો વાયરલ!
Gaza Peace Talks: ગાઝા શાંતિ વાર્તા માટે ભારતને આમંત્રણ, PM મોદીએ મોકલ્યા પોતાના દૂત, જાણો આખરે શું છે પ્લાન?
Exit mobile version