Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Address: અમેરિકી તેલ નીતિમાં મોટો ફેરફાર: ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ વૈશ્વિક ઉર્જા બજારમાં ખળભળાટ.

તેલના વધતા ભાવ માટે ઈરાન જવાબદાર; ટ્રમ્પે સહયોગી દેશોને આપી સ્પષ્ટ ચેતવણી - “પોતાની સુરક્ષાની જવાબદારી જાતે ઉઠાવો

Trump Claims Receiving a 'Massive Gift' from Iran Amid War Tensions; Mystery Deepens Over Oil, Gas, and Hormuz Strait Connection

Trump Claims Receiving a 'Massive Gift' from Iran Amid War Tensions; Mystery Deepens Over Oil, Gas, and Hormuz Strait Connection

News Continuous Bureau | Mumbai
Donald Trump Address અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેઆજે રાષ્ટ્રને સંબોધિત કરતા અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકા હવે દુનિયાના અન્ય દેશોની ઉર્જા સુરક્ષા માટે ચોકીદારી નહીં કરે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે તેમણે ભારત સહિતના અન્ય દેશોને પોતાનો રસ્તો પોતે બનાવવાની સલાહ આપી છે. ટ્રમ્પના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકા નેતૃત્વ નહીં કરે

ટ્રમ્પે તેમના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે જે દેશો મધ્ય-પૂર્વ ના તેલ પર નિર્ભર છે, તેમણે આ સમુદ્રી માર્ગને ખુલ્લો રાખવાની જવાબદારી પોતે ઉઠાવવી જોઈએ. ઈરાન દ્વારા જહાજો પર કરવામાં આવતા હુમલાને કારણે વૈશ્વિક તેલ બજારમાં જે ઉથલપાથલ મચી છે, તેના પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે વિદેશી તેલ પર નિર્ભર નથી. તેમણે એવા દેશો પર નિશાન સાધ્યું જેઓ ઈરાન વિરુદ્ધ અમેરિકાનો સાથ નથી આપી રહ્યા. તેમણે કહ્યું કે આવા દેશોએ હિંમત બતાવીને પોતે તેલ હાંસલ કરવું જોઈએ અથવા અમેરિકા પાસેથી તેલ ખરીદવું જોઈએ.

Join Our WhatsApp Channel

તેલના ભાવમાં વધારા માટે ઈરાનનું ‘પાગલપન’ જવાબદાર

દુનિયાભરમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર ટ્રમ્પે ઈરાની શાસનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું, “ગેસોલિનના ભાવમાં વધારો એ ઈરાની શાસન દ્વારા કરવામાં આવેલા પાગલપનભર્યા આતંકવાદી હુમલાનું પરિણામ છે. આ સાબિત કરે છે કે પરમાણુ હથિયારોના મામલે ઈરાન પર ક્યારેય ભરોસો કરી શકાય નહીં.” ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવશે, તો તે દાયકાઓ સુધી આર્થિક તકલીફ અને અસ્થિરતા પેદા કરશે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.

આ સમાચાર પણ વાંચો : Donald Trump Iran Speech: ડોનાલ્ડ ટ્રમ્પનું રહસ્યમય સંબોધન: ઈરાનને ધૂળ ચટાડવાનો દાવો, શું આ શાંતિની શરૂઆત છે કે ભયાનક યુદ્ધની ચેતવણી?

અમેરિકી અર્થતંત્ર મજબૂત, શેરબજાર રેકોર્ડ સ્તરે

ટ્રમ્પે પોતાના સંબોધનમાં અમેરિકાની આર્થિક તાકાતનું પ્રદર્શન કરતા કહ્યું કે અમેરિકા અત્યારે ઈતિહાસની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા ધરાવે છે. તેમણે દાવો કર્યો કે અમેરિકામાં અત્યારે મોંઘવારી નથી અને શેરબજાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. ટ્રમ્પે ઈઝરાયેલ અને ખાડી દેશોનો આભાર માન્યો જેઓ યુદ્ધમાં અમેરિકા સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા તેના સહયોગી દેશોને કોઈ નુકસાન થવા દેશે નહીં, પરંતુ જે દેશો સાથ નથી આપી રહ્યા તેમણે પોતાની સુરક્ષા જાતે જોવી પડશે.

Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version