Site icon News Continuous Bureau | Mumbai

Hormuz Crisis 2026: અમેરિકાની ‘ઉતાવળ’ કે ઈરાનને ઘેરવાની ચાલ? હોર્મુઝમાં ટ્રમ્પની બદલાતી રણનીતિથી વિશ્વ સ્તબ્ધ; શું એક્ઝિટ પ્લાન વગર જ મેદાને પડ્યું અમેરિકા?

Hormuz Crisis 2026: ૪૮ કલાકનું અલ્ટીમેટમ અને પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની ધમકી; વધતી મોંઘવારી અને તેલના ભાવે ટ્રમ્પની ચિંતા વધારી, ઈરાનનો પણ વળતો પ્રહાર.

Trump’s Shifting Strategy on Hormuz Crisis Sparks Concern Is the US Fighting a War Without an Exit Plan

Trump’s Shifting Strategy on Hormuz Crisis Sparks Concern Is the US Fighting a War Without an Exit Plan

News Continuous Bureau | Mumbai

ઈરાન સાથેના જંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું હતું કે આ લડાઈ ટૂંક સમયમાં પૂરી થઈ જશે, પરંતુ સ્થિતિ તેનાથી ઉલટી થઈ રહી છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અમેરિકામાં પણ મોંઘવારી મોટો મુદ્દો બની રહી છે. આ દબાણ વચ્ચે ટ્રમ્પની રણનીતિ વારંવાર બદલાઈ રહી છે, જે અમેરિકાની યુદ્ધની તૈયારીઓ પર સવાલો ઉભા કરી રહી છે.

Join Our WhatsApp Channel

એક અઠવાડિયામાં ટ્રમ્પના બદલાતા વલણો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ માર્ગ ખોલાવવા માટે છેલ્લા સાત દિવસમાં અનેક પ્રયાસો કર્યા છે, જે તેમની મૂંઝવણ દર્શાવે છે:
પહેલા અન્ય દેશોને યુદ્ધજહાજ મોકલવા કહ્યું, પણ બધાએ ના પાડી દીધી.
ત્યારબાદ કહ્યું કે અમેરિકા એકલું જ આ સંભાળશે.
શુક્રવારે ઈરાની તેલ પરથી પ્રતિબંધો હટાવ્યા જેથી બજારમાં તેલનો પુરવઠો વધે અને ભાવ ઘટે.
અને હવે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઈરાનને સીધી સૈન્ય ધમકી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ

પાવર પ્લાન્ટ્સ પર હુમલાની ધમકી અને ‘વોર ક્રાઈમ’ નો ડર

ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો હોર્મુઝ નહીં ખોલાય તો ઈરાનના વીજળીઘરો તબાહ કરી દેવામાં આવશે. આ ધમકી અત્યંત ખતરનાક માનવામાં આવે છે કારણ કે વીજળીઘરો પર હુમલો એટલે સામાન્ય નાગરિકોની સુવિધાઓ જેવી કે હોસ્પિટલ અને પાણી પુરવઠા પર હુમલો. કાયદાકીય નિષ્ણાતો અને અમેરિકી સીનેટરો આને ‘યુદ્ધ અપરાધ’ ગણાવી રહ્યા છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા અનુસાર, “ટ્રમ્પ જંગ પરનો કાબૂ ગુમાવી રહ્યા છે અને હવે ગભરાટમાં નિર્ણયો લઈ રહ્યા છે.”

ઈરાનનો પલટવાર અને ઈઝરાયેલનો સંયમ

ટ્રમ્પની ધમકી સામે ઈરાને પણ મક્કમ વલણ અપનાવ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના વીજળીઘરો પર હુમલો થયો, તો તેઓ હોર્મુઝ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેશે અને અમેરિકી-ઈઝરાયેલી બુનિયાદી માળખાઓને નિશાન બનાવશે. રસપ્રદ વાત એ છે કે, અમેરિકાના ખાસ મિત્ર એવા ઈઝરાયેલે પણ આ ધમકી પર સંયમ રાખવાની સલાહ આપી છે. નાટો (NATO) પ્રમુખ માર્ક રુટે હાલમાં ૨૦ થી વધુ દેશો સાથે મળીને આ સંકટનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Exit mobile version